સાધલી ગામે વર્ષો જૂનું ગોરસામલી નું વૃક્ષ ધરાસાઈ થયું હતું સદનસીબે કોઈ જાન હાની થવા પામી ન હતી
ફૈઝ ખત્રી...શિનોર હવામાન વિભાગ ની આગાહી મુજબ શિનોર તાલુકા ગામોમાં ગતરોજ રાત્રિનાં પડીરહેલા અવિરત ભારે વરસાદ ને લઈ જન જીવન ખોરવાઈ જવા પામ્યું હતું. રાત્રિના વરસેલા ભારે વરસાદ ને લઈ સાધલી સરકારી દવાખાના સામે આવેલ ગોરાસમલી નું વૃક્ષ સવારના સાત વાગ્યાના અરસામાં પડી જવા પામ્યું હતું. વૃક્ષ નીચેનો જમીન પોચી થતા મૂળ માંથી ફસડાઈ પડ્યું હતું.જેથી નીચે દાસ ના ખમણ, કનૈયા સમોસા નામની દુકાનો ઉપર પડતાં દુકાનોને ભારે નુકશાન થવા પામ્યું હતું. દુકાનો પર વૃક્ષ પડતાં બંને દુકાનો ને ભારે નુકસાન થતાં દુકાન માલિકો નાં માથે આભ ફાટી પડ્યું હતું. સાધલી મુખ્ય માર્ગ ઉપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની સામેથી પસાર થતા મેન માર્ગ વૃક્ષ પડ્યું હોય સદ્નસીબે કોઈ જાન હાની થવા પામી ન હતી.જ્યારે ધરાસાઈ થયેલા ગોઆસામલી ના વૃક્ષે બે દુકાનો ચગડાઈ ગઈ હતી. જ્યારે દરરોજ ની જેમ કનૈયા સમોસા નો દુકાન માલિક સવાર નાં પોતાની દુકાન ને જાદુ મારી રહ્યો હતો એ સમયે જ આ ગોરાસમલી નું વૃક્ષ પડતાં દુકાન માલિક નો ચમત્કારિક બચાવ થવા પામ્યો હતો.