અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા – માલપુર રોડ હાઇવે પર અવારનવાર અકસ્માત, ડમ્પર ચાલકે બાઈક ચાલકેને મારી ટક્કર : યુવકને સારવાર હેઠળ ખસેડાયો
મોડાસા માલપુર રોડ હાઇવે પર અવારનવાર અકસ્માત થતો હોય છે અકસ્માત ને પગલે કેટલાક લોકો મૃત્યુ પામતા હોય છે તો કેટલાક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે.ફળી એક વાર મોડાસા – માલપુર રોડ પર અકસ્માત સર્જાયો હતો જેમાં મળતી માહિતી અનુસાર માલપુર રોડ પર આવેલ આનદપુરાકંપા પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં ડમ્પર ચાલકે બાઇક સવાર યુવાન સાથે અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં બાઇક ચાલક યુવાને માથાના ભાગને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સાર્વજનિક હોસ્પિટલ ખાતે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળાં ઉમટ્યા હતા ઇજાગ્રસ્ત બાઈક ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો બીજી તરફ મોડાસા માલપુર રોડ પર યમરાજ બનીને ફરતા ડમ્પર ચાલકોને લઇ અવારનવાર અકસ્માત થતા નિર્દોષ લોકોના જીવન જોખમમાં મુકાતા હોય છે બીજી તરફ ડમ્પર ચાલકને લાયન્સ નહી હોય કે..?ઇન્સ્યોરન્સ પણ નહી હોય..?તેવા સવાલો પણ થયા છે ક્યાં અધિકારીઓની રહેમનજર હેઠળ આવા યમરાજ બની ફરતા ડમ્પર ચાલકો ફરી રહ્યા છે તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સેવાઈ રહી છે