સંતરામપુર તાલુકાના ઉખરેલી ગામે “ઘરના ઘર” ના દાવાઓ વચ્ચે આવાસ ની રાહ જોતી વૃદ્ધા…

સંતરામપુર તાલુકાના ઉખરેલી ગામે “ઘરના ઘર” ના દાવાઓ વચ્ચે આવાસ ની રાહ જોતી વૃદ્ધા…
અમીન કોઠારી મહીસાગર …
સરકારના ધરવિહોના કુટુબોને રહેવા ધર મલી રહે તે માટે ની આવાસ ચોજના ગરીબો માટે ની ‘કાગળ પર જોવા મલે છે:
સંતરામપુર તાલુકાના ઉખરેલી ગામે આદિવાસી વૃદ્ધ મહીલા સરકારી આવાસ યોજના ના લાભ થી વંચિત.
આ વૃદધ મહીલા એ તેના પુત્રો ગુમાવ્યા, મકાન ધરાશાયી થયું છતાં બે વર્ષથી આવાસના લાભથી વંચિત રહેલ છૅ.
સરકાર દ્વારા ધરવિહોણા ગરીબોને પાકું મકાન આપવા માટેની પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી અનેક યોજનાઓ જાહેરકરેલ છે ને તેનું અમલીકરણ પણ ચાલે છે., પરંતુ સંતરામપુર તાલુકાના ઉખરેલી ગામે આ દાવાઓની પોલ ખુલતો એક કિસસો જોવા મળે છે. આ વૃદ્ધા ખરાડી દરિયાબેન મનુભાઈ આજ દિન સુધી આવાસ યોજનાના લાભથી વંચિત રહેલછે, જેના કારણે તેઓ આ ઉંમરે અત્યંત દયનીય સ્થિતિમાં પોતાના પરીવારજનો સાથે જીવન ગુજારી રહ્યા છે. 70 વર્ષના વૃદ્ધ દરિયાબેન પર વર્ષ 2016માં દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો જ્યારે તેમના બે યુવાન પુત્રોના કુદરતી રીતે મૃત્યુ થયા હતા. પુત્રોના અવસાન બાદ અત્યારે દરિયાબેન પોતાના પુત્રના ચાર સંતાનોનું મજૂરી કામ કરીને ગુજરાન ચલાવી રહેલ છે. .
વર્ષ 2022માં પડેલા ભારે વરસાદને કારણે આ વૃદધ નું જૂનું કાચું મકાન ધરાશાયી થઈ ગયું હતું. મકાન પડી ગયાને બે વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં,પણ આજ દિન સુધી આ ગરીબ આદિવાસી વૃદધ મહીલાને સરકારી આવાસ યોજનાનો લાભ મળ્યો નથી. હાલમાં આ વૃદ્ધા પોતાના પૌત્ર-પૌત્રીઓ સાથે ઘરની પાછળ પતરાનો શેડ બનાવીને શિયાળો, ઉનાળો અને ચોમાસું માં પોતાનું જીવન વિતાવી રહ્યા છે.
સ્થાનિક નેતાઓ, સરપંચ તલાટી અને આગેવાનો દ્વારા સરકારી યોજનાઓના મોટા-મોટા પ્રચાર કરવામાં આવે છે, પરંતુ ઉખરેલી ગામની આ ગરીબ મહિલાની પરિસ્થિતિ જોયા પછી તંત્રની ભારે ઉદાસીનતા ને કારણે આ ગરીબ આદીવાસી વૃદધ મહીલા સરકારની આવાસ યોજના ના લાભ થી વંચિત આજદિન સુધી રેહવા પામેલ છેઆ મહીલામજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા દરિયાબેનની વેદના સાંભળવા કોઈ તૈયાર હોય તેમ લાગતું નથી . છેલ્લા બે વર્ષથી તેઓ સગા-સંબંધીઓના રહેમ નજર હેઠળ ગમે તેમ કરીને પોતાનું જીવી રહ્યા છે.
સંતરામપુર તાલુકામાં અનેક સાચા લાભાર્થીઓ હજુ પણ આવાસના લાભથી વંચિત છે ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શું સરકારની આ યોજનાઓ માત્ર કાગળ પર જ રહેશે કે પછી દરિયાબેન જેવા ગરીબ અને જરૂરિયાતમંદ વૃદ્ધાને રહેવા માટે પાકી છત મળશે કે કેમ તે જોવું રહ્યું.
સંતરામપુર તાલુકાની હીરાપુર નેશ ગામે મંજુર થયેલ આવાસોની ને થયેલ કામગીરી ની તપાસ કરાય તો તલાટી ની મીલી ભગતથી આચરાયેલ કૌભાંડ બહાર આવે તેમ છે.
સરકાર નીગરીબોમાટેનીવિવિધ યોજના લાભ જરુરીયાતમંદ યોગય લાભાર્થી ઓને લાભ મલે
તે જરુરી છે.
આ ઉખરેલી ગામ ની વૃદધ મહીલા ને પધાનમંતરી આવાસનો લાભ મલે તેમાટે તંત્ર દવારા યોગય કાયૅવાહી કરાશે ખરી…



