હાલોલના જ્યોતિ સર્કલ નજીક ચાલુ વીજ લાઇનનો થાંભલો કાર પર પડતા અફરા તફરીનો માહોલ સર્જાયો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨.૧૨.૨૦૨૫
હાલોલ ટોલનાકા પાસે જ્યોતિ સર્કલ નજીક મુખ્ય માર્ગ પર વીજ પુરવઠાનો થાંભલો વાયર સાથે તૂટી પડતા તેનો ચાલુ વીજ વાયર રોડ પર પસાર થતી કાર પર પડતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો જોકે બનેલ ઘટનામાં કોઈ જાણ હાનિ ન થતા લોકોમાં હાશકારો થયો હતો.બનાવ ને પગલે વીજ કંપનીના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવી વીજ પુરવઠો બંધ કરી જરૂરી કામગીરી હાથધરી હતી.બનેલી ઘટના ની વિગત એવી છે કે આજે સવાર ના સમયે હાલોલ ટોલનાકા પાસે જ્યોતિ સર્કલ નજીક મુખ્ય માર્ગ પર એક ટ્રક ( ડમ્ફર ) હાલોલ તરફ આવી રહ્યું હતું દરમ્યાન રોડ ને ક્રોસ કરતો વીજ વાયર નીચો હોઈ આ ટ્રક ની ઉપર ભરાઈ જતા વીજ વાયર ખેંચાતા ધડાકા ભેર થાંભલો તૂટી પડતા આ મુખ્ય માર્ગ પરથી પસાર થતી બે કાર પર પડતા અફરા તફરી મચી ગઈ હતી જીવંત સિંગલ વાયર હોવા છતાં કોઈ અઘટીત ઘટના બની ન હતી,અને કોઈને નુકશાન થયું ન હતું જોકે એકાએક વાયર સાથે થાંભલો પડતા લોકો ગભરાઈ ગયા હતા અને ભાગદોડ મચી ગઈ હતી.બનાવ ની જાણ વીજ કંપનીને જાણ કરતા તેના કર્મચારીઓ વીજળીક ગતિએ ઘટના સ્થળે દોડી આવી વીજ પુરવઠો બંધ કરી તેઓની કામગીરી આરંભી બે કલાક જેટલી જહેમત બાદ વીજ પુરવઠો રાબેતા મુજબ ફરીથી ચાલુ કરવામાં આવ્યો હતો બનાવ ને પગલે એક સાઈડ નો મુખ્ય માર્ગ બંધ થઇ જતા ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતા જોકે પોલીસ ઘટના સ્થળે દોડી આવી થયેલ ટ્રાફિક ને દૂર કરી રાબેતા મુજબ ચાલુ કર્યો હતો.








