શહેરા નગરપાલિકા હોલ ખાતે ધારાસભ્ય જેઠાભાઈ આહીરના માર્ગદર્શન હેઠળ ભાજપની સંગઠનાત્મક બેઠક યોજાઈ

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
શહેરા: આગામી ‘સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી – 2026’ ના આયોજનના ભાગરૂપે શહેરા નગરપાલિકા હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી શહેરા તાલુકા અને નગર દ્વારા એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી, જેમાં શહેરા મતવિસ્તારના ધારાસભ્ય જેઠાભાઈ આહીર સાહેબના માર્ગદર્શન હેઠળ વિવિધ સંગઠનાત્મક વિષયો પર નવનિયુક્ત પદાધિકારીઓ સાથે પરિચય બેઠક અને ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ પ્રસંગે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય અપાવવા માટે સૌ કાર્યકરોને એકજુટ થઈ મહેનત કરવા આહ્વાન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પંચમહાલ જિલ્લા ભાજપ મહામંત્રી જીજ્ઞેશભાઈ પાઠક, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મગનભાઇ પટેલીયા, શહેરા તાલુકા ભાજપ ચૂંટણી ઈનચાર્જ સંજયકુમાર બારીયા, શહેરા તાલુકા ભાજપ પ્રભારી ધર્મિષ્ઠાબેન માલીવાડ, શહેરા નગર ભાજપ પ્રભારી ઉષાબેન ભોઈ, તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પટેલ, નગર ભાજપ પ્રમુખ તેજશભાઈ શાહ સહિત વિવિધ મહામંત્રીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.







