GUJARATJUNAGADHKESHOD

શ્રી મંગલધામ કોળી સમાજ, કેશોદ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ભાતીગળ સંસ્કૃતિની ઝાંખી જોવા મળી

શ્રી મંગલધામ કોળી સમાજ, કેશોદ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ભાતીગળ સંસ્કૃતિની ઝાંખી જોવા મળી

શ્રી મંગલધામ કોળી સમાજ, કેશોદ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ભાતીગળ સંસ્કૃતિની ઝાંખી જોવા મળી.સમાજના યુવા વર્ગ, મહિલા મંડળ તેમજ વડીલોએ ઉમંગ-ઉત્સાહ સાથે પરંપરાગત વેશભૂષામાં ગરબા – ડાંડીયા રમીને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કર્યો.આ અવસરે મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજમાં સૌહાર્દ, એકતા તથા સંસ્કૃતિ પ્રત્યેનો ગૌરવપૂર્ણ માહોલ સર્જાયો હતો.કાર્યક્રમ દરમિયાન ભાતિગર રાસ સાથે આરતીનો લાભ લેવામાં આવ્યો હતો.વિશેષમાં, સમાજના આગેવાનો અને યુવા કાર્યકરોના સંકલનથી મહોત્સવને સુંદર અને શિસ્તબદ્ધ રીતે ઉજવવામાં આવ્યો.સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો દ્વારા યુવાધનને સંસ્કૃતિ પ્રત્યે લગાવ જાળવી રાખવાની પ્રેરણા પણ આપવામાં આવી હતી.

રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!