AHAVADANG

ડાંગ જિલ્લાનાં કાલીબેલ ગામે જીઓ કંપનીનાં ટેલિકોમ્યુનિકેશન ટાવરનાં જનરેટરમાં અચાનક આગ ફાટી નીકળી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં કાલીબેલ ગામમાં બપોરનાં સમયે આશરે એક વાગ્યે એક જીઓ કંપનીના ટેલિકોમ્યુનિકેશન ટાવરની કેબીનમાં આવેલ જનરેટરમાં અચાનક આગ ફાટી નીકળી હતી.જો કે,આ દુર્ઘટનામાં કોઈ વ્યક્તિને શારીરિક નુકસાન થયુ નથી, જે એક રાહતની વાત છે.ડાંગ જિલ્લાના કાલીબેલ ખાતે જીઓ ટાવરનાં જનરેટરમાં આગની ઘટનાની જાણ થતાં જ ગામના જાગૃત નાગરિકો તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા હતા.તેમણે પોતાની રીતે પાણી અને અન્ય સાધનોનો ઉપયોગ કરીને આગને આગળ વધતી અટકાવવાના પ્રયત્નો શરૂ કરી દીધા હતા.અહી કાલીબેલ ગામ લોકોના એકત્રિત પ્રયાસો સફળ રહ્યા હતા અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ તેના પર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું હતુ.અહી જીઓ ટાવરનાં જનરેટરમાં આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી.આ ઘટનાની જાણ થતાં જ સંબંધિત વિભાગ દ્વારા આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે.સદભાગ્યે આ ઘટનામાં કોઈ પણ વ્યક્તિને ઈજા પહોંચી નથી.જીઓ ટાવરનાં જનરેટરમાં આગ લાગવાના કારણે વિસ્તારની ટેલિકોમ્યુનિકેશન સેવાઓ થોડા સમય માટે ખોરવાઈ જવાની સંભાવના વર્તાઈ હતી.સ્થાનિક લોકોએ જે ત્વરિત અને સહકારની ભાવના દાખવી તેના કારણે એક મોટી હોનારત ટળી હતી.વધુમાં ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની આગાહી અનુસાર ડાંગ જિલ્લામાં તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે.ગિરિમથક સાપુતારા ખાતે પણ આજે 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.જ્યારે આહવા પંથકમાં 43 ડીગ્રી,વઘઇ પંથકમાં 42 ડીગ્રી અને સુબિર પંથકમાં 43 ડીગ્રી નોંધાયુ હતુ.ત્યારે કાલીબેલ ખાતે જીઓના ટાવરના જનરેટરમાં આગ લાગી હતી તે તાપમાનમાં થયેલ વધારાને કારણે પણ હોઈ શકે એવી ચર્ચાઓ પણ વહેતી થઈ હતી..

Back to top button
error: Content is protected !!