GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાવાના કારણે ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે વરસાદ : હવામાન વિભાગ

અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાવાના કારણે ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે (IMD) સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

IMD મુજબ, ગુજરાતમાં આગામી 25 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર સુધી 7થી વધુ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે પોરબંદર અને ઓખા બંદર માટે લો-પ્રેશર સિગ્નલ DC-I અને હોઇસ્ટ સિગ્નલ LCS-3 જાહેર કર્યું છે. જેના કારણે 40-50 કિ.મી./કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગ અનુસાર, આવતીકાલે શનિવારે (25 ઓક્ટોબર) સુરત, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કરાયું છે.

26 ઓક્ટોબરની આગાહી

યલો ઍલર્ટ: અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ.

27 ઓક્ટોબરે 21 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

યલો ઍલર્ટ: અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બાટોદ, ભાવનગર, અમરેલી, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરંબદર, દેવભૂમિ દ્વારકા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ.

જ્યારે આગામી 28થી 30 ઓક્ટબર સુધી રાજ્યના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

Back to top button
error: Content is protected !!