
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ મહારાષ્ટ્રનાં સુરગાણા તાલુકાનાં શ્રીરામપ ર ગાંડોળમાળ ગામનાં હેમંતભાઈ ભાસ્કરભાઈ રાઉત તથા તેમના મિત્રોમાં મિલિંદભાઈ નાનાભાઈ ખંબાયત અને યોગેશભાઈ વિઠ્ઠલભાઈ રાઉતનાઓ સાઈન મોટરસાઈકલ.ન.જી.જે.21.એ.એન.2860 પર બેસી શામગહાન ગામે હાટ બજારમાં જઈ રહ્યા હતા.તે વેળાએ સાપુતારાથી વઘઇને જોડતા આંતરરાજય ધોરીમાર્ગનાં શામગહાન ગામ નજીવીક ગણેશ હોટલની પાસે એક અજાણ્યા આઈસર ટેમ્પા ચાલકે રોંગ સાઈડમાં આવી આ મોટરસાયકલને અડફેટમાં લેતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.અહી અજાણ્યો આઈસર ટેમ્પો ચાલક મોટરસાયકલને અડફેટમાં લઈ નાસી છુટયો હતો.આ અકસ્માતનાં બનાવમાં મોટરસાયકલ ચાલક નામે હેમંતભાઈ ભાસ્કરભાઈ રાઉત.રે.શ્રીરામપુર ગાંડોળમાળ તા.સુરગાણા. જી.નાસિકને શરીરનાં ભાગે ગંભીર ઈજાઓ પોહચતા તેનું સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત નીપજ્યુ હતુ. જ્યારે મોટરસાયકલ પર પાછળ બેસેલ યુવાનોમાં મિલિંદભાઈ નાનાભાઈ ખબાઇત,યોગેશભાઈ વિઠ્ઠલભાઈ રાઉતને પણ માથાનાં અને અન્ય ભાગે ગંભીર ઈજાઓ પોહચતા તેઓને તાત્કાલીક સારવારનાં અર્થે નજીકની શામગહાન સી.એચ.સી ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.આ અકસ્માતનાં બનાવમાં મોટરસાયકલનો ખુરદો બોલાઈ જતા જંગી નુકસાન થયુ હતુ. હાલમાં સાપુતારા પોલીસની ટીમે અકસ્માતનો ગુનો નોંધી નાસી છુટેલ આઈસર ચાલકને પકડવાનાં ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળેલ છે..




