GUJARATHALOLPANCHMAHAL

હાલોલ – વિરાસતવન અને વડા તળાવ વચ્ચે અજાણ્યા વાહને બાઈક ચાલક ને અડફેટમાં લેતા બાઈક ચાલાકનુ નિપજ્યુ મોત

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૬.૪.૨૦૨૫

હાલોલ જાંબુઘોડા બોડેલી બાયપાસ રોડ પર શુક્રવાર મોડી સાંજે વિરાસતવન અને વડા તળાવ વચ્ચે અજાણ્યા વાહને બાઈક ચાલાક ને અડફેટમાં લેતા બાઈક ચાલાક નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બનાવ ને પગલે પાવાગઢ પોલીસે અકસ્માત નો ગુનો નોંધી મૃતકના પરિવાર ને જાણ કરી આજે શનિવાર ની બપોરે હાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે પીએમ કરાવી તેના પરિવાર ને સોંપ્યો હતો.પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ તાલુકાના મોટી ઉભરવન ગામે રહેતો નરેશભાઈ રતનભાઈ રાઠવા નાઓ શુક્રવાર ના સાંજે ૭.૩૦ કલાક ના સમયગાળામાં તેના ઘરે થી તેના મોટા ભાઈ સુરેશ ને પાવાગઢ બાઈક લઇ લેવા જતો હતો. દરમ્યાન હાલોલ જાંબુઘોડા બોડેલી બાયપાસ રોડ પર વિરાસતવન અને વડા તળાવ વચ્ચે નરેશની બાઇકને કોઈ અજાણ્યા વાહનના ચાલકે તેનું વાહન પુરઝડપે અને ગફલત ભરી હંકારી બાઈક અડફેટમાં લેતા બાઈક ચાલાક બાઈક સાથે રોડ પર પટકાયો હતો જેને લઇ તેને શરીર તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પામતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બનાવ ને પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટ્યા હતા. રાહદારીઓ દ્વારા બાઈક ચાલક નરેશભાઈ ના પરિવારજનો ને તેમજ પાવાગઢ પોલીસ ને જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.પાવાગઢ પોલીસે અજાણ્યા વાહન સામે અકસ્માત નો ગુનો નોંધી મૃતક ને રાત્રે હાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે પોસ્ટમોટમ કરવા મોકલી આપ્યો હતો.આજે શનિવાર ના રોજ તેનું પીએમ કરી મૃતકને તેના પરિવારજનોને સોંપ્યો હતો.

Back to top button
error: Content is protected !!