GUJARATMALPUR

માલપુર વાત્રક નદીમાંથી વધુ એક અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

માલપુર વાત્રક નદીમાંથી વધુ એક અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો

માલપુર નજીકથી પસાર થતી વાત્રક નદીમાંથી વધુ એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ મહિલાની ઉંમર આશરે 50 થી 55 વર્ષની હોવાનું અનુમાન છે.પ્રાથમિક માહિતી અનુસાર, આજે બપોરના સુમારે વાત્રક નદીના કિનારે એક મહિલાનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. સ્થાનિક નાગરિકો દ્વારા તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.જાણ થતાં જ માલપુર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.પોલીસે મૃતદેહને નદીમાંથી બહાર કાઢી પંચનામું કર્યું હતું. હાલ મૃતદેહની ઓળખ થઈ શકી નથી અને તે બિનવારસી હાલતમાં મળી આવ્યો છે.પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે. આ મહિલા કોણ હતી અને તેણીનું મૃત્યુ કયા સંજોગોમાં થયું તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!