GUJARATHALOLPANCHMAHAL

હાલોલની કલરવ શાળાના વિદ્યાર્થીઓનું કલા મહાકુંભ 2025 – 26 માં તાલુકા કક્ષાએ મેળવેલ અભૂતપૂર્વ સિદ્ધિ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૭.૮.૨૦૨૫

કલા મહાકુંભ 2025 – 26 નું તાલુકા કક્ષાનું આયોજન વી.એમ .શાહ ગુજરાતી મીડીયમ સ્કુલ હાલોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં લગ્ન ગીત ,સમૂહ ગીત ,રાસ, ગરબા, સુગમ સંગીત, હાર્મોનિયમ, ચિત્રકલા, લોકગીત, એકપાત્રીય અભિનય, ભરત નાટ્ય જેવી સ્પર્ધા યોજવામાં આવી હતી.જેમાં કલરવ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં એ ગ્રુપમાં વય જૂથ 6 થી 14 ,બી ગ્રુપમાં 15 થી 20, સી ગ્રુપ માં 21થી 59 એ ભાગ લીધેલ. જેમાં શાળાના શિક્ષક નિખિલભાઇ પંચાલ એ સુગમ સંગીત માં પ્રથમ ક્રમે, લગ્ન ગીત બી ગ્રુપમાં પ્રથમ , રાસ એ ગ્રુપમાં પ્રથમ, સમૂહ ગીત એ ગ્રુપમાં પ્રથમ, સુગમ સંગીત ઓપન માં પ્રથમ, ગરબા બી ગ્રુપમાં પ્રથમ, હાર્મોનિયમ એ ગ્રુપમાં પ્રથમ, લગ્ન ગીત એ ગ્રુપમાં દ્વિતીય, લગ્ન ગીત ઓપનમાં દ્વિતીય, સમૂહ ગીત બી ગ્રુપમાં દ્રિતીય ,સોલો એ ગ્રુપમાં દ્વિતીય , ચિત્ર એ ગ્રુપમાં દ્વિતીય અને ભરતનાટ્યમ માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.આ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર બધા જ વિદ્યાર્થીઓ જે હવે જિલ્લા કક્ષાએ ભાગ લઈને કલરવ શાળાનું નેતૃત્વ કરશે. આ અભૂતપૂર્વ સિદ્ધિ હાસિલ કરવા બદલ શાળાના આચાર્ય ડૉ .કલ્પનાબેન જોશીપુરા અને શાળાના ટ્રસ્ટ હાર્દિકભાઈ જોશીપુરાએ બધા જ વિદ્યાર્થીઓને અભિનંદન આપીને જિલ્લા કક્ષાએ શાળાનું નામ રોશન કરે તેવી શુભકામના આપી હતી.

Back to top button
error: Content is protected !!