GUJARATPANCHMAHALSHEHERA
પંચામૃત ડેરીનો પશુપાલકોના હિતમાં અભૂતપૂર્વ નિર્ણય: દાણના ભાવમાં ₹2નો ઘટાડો

ગોધરા, પંચમહાલ.
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના લાખો પશુપાલકો માટે એક ખુશખબર સામે આવી છે. પંચામૃત ડેરીના ચેરમેન માનનીય જેઠાભાઈ આહીરના દૃઢ નેતૃત્વ હેઠળ ડેરી દ્વારા દાણના ભાવમાં પ્રતિ કિલોગ્રામ ₹2 (બે રૂપિયા) નો ઘટાડો કરવાનો અભૂતપૂર્વ નિર્ણય લેવામાં આવ્યો છે.ચેરમેન જેઠાભાઈ આહીરના આ ખેડૂતલક્ષી નિર્ણયથી પશુપાલકોને માસિક આશરે ₹2 કરોડનો સીધો આર્થિક લાભ થશે. દાણના ભાવ ઘટવાથી પશુપાલનના ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે અને પરિણામે તેમની આવકમાં વધારો થશે.પંચામૃત ડેરી સહકારી ભાવના અને પશુપાલક કલ્યાણ માટે સતત પ્રતિબદ્ધ રહી છે, અને આ નિર્ણય તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. આનાથી પશુપાલકોને આર્થિક રીતે સક્ષમ બનાવવામાં મદદ મળશે અને દૂધ ઉત્પાદનના વ્યવસાયને વધુ વેગ મળશે.




