હાલોલ:પર્યાવરણના જતન અને સંરક્ષણ માટેના અભૂતપૂર્વ કાર્યક્રમ,હરિયાળુ હાલોલ અભિયાનનો સમાપન સમારોહ ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારની ઉપસ્થિતિમા યોજાયો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૪.૧૦.૨૦૨૪
સનફાર્મા હાલોલ દ્વારા હાલોલ તાલુકામાં પર્યાવરણના જતન માટે હરિયાળુ હાલોલ અભિયાન કાર્યક્રમ અંતર્ગત હાલોલ તાલુકાની પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓ થઇ કુલ 200 ઉપરાંત ની શાળાઓ,ગ્રામ પંચાયતની ખુલ્લી જગ્યાઓ, યુટીલીટી સેન્ટર વગેરે સ્થળોએ થઈ 20,000 છોડનું વિતરણ અને વાવેતર કરવામાં આવ્યું હતું.તથા શાળાઓના બાળકોમાં પર્યાવરણ પ્રેમ વધે તે માટે નિબંધ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન 50 શાળાઓમાં કરવામાં આવ્યું હતું. જેમાં 1500 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં 300 બાળકોને પ્રોત્સાહક ઇનામો અને શાળાને સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી.આ સમાપન સમારોહ કાર્યક્રમ હાલોલની વિઠ્ઠલપુરા પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો. આ પ્રસંગે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર, સનફાર્મા હાલોલ ના સી.એસ.આર પ્રતિકભાઇ પંડ્યા,શિક્ષણ વિભાગના અધિકારીઓ,ભાજપા અગ્રણીઓ તથા અન્ય મહાનુભવોની હાજરીમાં કાર્યક્રમ પૂર્ણ થયો હતો.









