GODHARAGUJARATPANCHMAHAL

જિલ્લામાં દસ ગામ દીઠ એક ફરતા પશુ દવાખાનાની સેવા અને કરુણા એમ્બ્યુલન્સ ૧૯૬૨ની જિલ્લા કક્ષાની સંકલન સમિતિની ગોધરા ખાતે બેઠક યોજાઈ

જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠકમાં કરસાણા, ચારી, ચાંપાનેર અને મેત્રાલ ગામો માટે ૦૪ નવા ફરતા પશુ દવાખાનાની સેવાને બહાલી અપાઈ

 

પ્રતિનિધિ શહેરા તા 29

નિલેશભાઈ દરજી શહેરા

પંચમહાલ જિલ્લામાં દસ ગામ દીઠ એક ફરતા પશુ દવાખાના અને કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ની જિલ્લા કક્ષાની સંકલન સમિતિની બેઠક ગોધરા ખાતે જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં ઉકત બંને સેવાઓ અતંર્ગત જિલ્લા અત્યાર સુધીમાં કરાયેલી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં પશુ કલ્યાણ અને સારવારની સુવિધામાં વધુ વધારો કરવાના ઉદ્દેશ્ય સાથે ૦૪(ચાર) નવા ફરતા પશુ દવાખાનાની સેવા શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ નવા ફરતા પશુ દવાખાનાની સેવા કરસાણા, ચારી, ચાંપાનેર અને મેત્રાલ ગામોમાં કાર્યરત થશે, જેનાથી વધુ પશુઓને સ્થળ પર જ તાત્કાલિક સારવાર મળી શકશે. આ નિર્ણયથી જિલ્લાના પશુપાલકોને અને બીમાર પશુઓને ઘણી રાહત મળશે, કારણ કે હવે તેમને દૂર સુધી સારવાર માટે જવું નહીં પડે.

 

Back to top button
error: Content is protected !!