આંગણવાડી તેમજ પ્રાથમિક શાળાના બાળકો માટે મધ્યાન ભોજન માટેનાં ગેસનાં બોટલો ચોરી કરતી ગેંગ જેલના સળિયા પાછળ…



સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં આંગણવાડી તેમજ પ્રાથમિક શાળાના બાળકો માટે મધ્યાન ભોજન માટે રાજ્ય સરકાર દ્વારા રાંધણ ગેસ અપાતો હોય છે જોકે છેલ્લા કેટલાય સમયથી રાંધણ ગેસ ચોરીની ફરિયાદો વ્યાપક પણે વધતા સાબરકાંઠા જિલ્લાને આ મામલે આજે સમગ્ર ગેંગ નો પડદા પાસ કરી 48 જેટલી બોટલો સાથે ત્રણ આરોપીઓની અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલ્યા છે…..
સાબરકાંઠા સહિત અન્ય જિલ્લાઓમાં છેલ્લા કેટલાક સમયથી આંગણવાડી તેમજ પ્રાથમિક શાળાઓમાં ચાલતા મધ્યાહન ભોજન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલા રાંધણ ગેસની બોટલોની ચોરીની ફરિયાદ મોટા પાયે વધી હતી ત્યારે સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા આ મામલે ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરાવતા ત્રણ આરોપીઓની અટકાયત કરાઈ છે જેમાં બે આરોપીઓ ખેડાના છે જેઓ રાત્રિના સમયે મધ્યાન ભોજન ચાલતું હોય તે જગ્યાનું તારું તોડી રાંધણ ગેસ ચોરી જતા હતા જોકે રાધણ ગેસ ચોરી ને કપડવંજમાં રહેતા અન્ય એક આરોપી ને બારોબાર વેચી તગડી કમાણી કરતા હતા ત્યારે જિલ્લા પોલીસે હાલમાં ત્રણેય આરોપીઓને 40 જેટલી રાધન ગેસની બોટલો સાથે ઝડપી લેવામાં સફળતા મેળવી છે સાથોસાથ એક લાખથી વધારે ના મુદ્દા માલ સાથે તમામ ને જેલના સળિયા પાછળ ધકેલવામાં સફળતા મળી છે…..
જયંતિ પરમાર સાબરકાંઠા



