BANASKANTHAGUJARAT

થરા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં CAWACH પર વિધાર્થીઓ દ્વારા પોસ્ટર પ્રેઝન્ટેશન થયું..

થરા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં CAWACH પર વિધાર્થીઓ દ્વારા પોસ્ટર પ્રેઝન્ટેશન થયું..

થરા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં CAWACH પર વિધાર્થીઓ દ્વારા પોસ્ટર પ્રેઝન્ટેશન થયું..

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં IQAC વિભાગ અને KCG અમદાવાદના સંયુક્ત ઉપક્રમે તા. ૧૫/૧૨/૨૦૨૫ ના રોજ CAWACH વિષય પર પોસ્ટર પ્રેઝન્ટેશનનું આયોજન કરવામાં આવેલ. વિદ્યાર્થીઓમાં સાયબર સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવી તથા ડિજિટલ યુગમાં સુરક્ષિત અને જવાબદાર ઑનલાઇન વર્તણૂક માટે માર્ગદર્શન આપવાનો હતો. ડૉ. હરેશ દવેએ પોતાના સંબોધન માં આજના સમયમાં વધતા સાયબર ગુનાઓ,ઑનલાઇન ફ્રોડ,ડેટા ચોરી અને સોશિયલ મીડિયાના દુરૂપયોગ વિશે વિદ્યાર્થીઓને સચેત રહેવાની જરૂરિયાત પર ભાર મુકતા જણાવ્યું કે સાયબર સુરક્ષા માત્ર ટેકનિકલ જ્ઞાન પૂરતું સીમિત નથી પરંતુ દરેક નાગરિક માટે આવશ્યક જાગૃતિ છે. “Creative Handholding” દ્વારા વિદ્યાર્થીઓને વ્યવહારૂ રીતે માર્ગદર્શન આપવાથી તેઓ ડિજિટલ દુનિયામાં વધુ સુરક્ષિત બની શકે છે.આ પોસ્ટર પ્રેઝન્ટેશનમાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.વિદ્યાર્થીઓએ મજબૂત પાસવર્ડ,ફિશિંગથી બચાવ,સોશિયલ મીડિયા પર ગોપનીયતા,ઑનલાઈન ફ્રોડથી સુરક્ષા,સાયબર કાયદા અને જવાબદાર ડિજિટલ નાગરિકતા જેવા વિષયો પર માહિતીપ્રદ અને સર્જનાત્મક પોસ્ટરો રજૂ કર્યા. સરળ ભાષા,આકર્ષક ચિત્રો અને અસરકારક સૂત્રો દ્વારા સાયબર સુરક્ષાનો સંદેશ સ્પષ્ટ રીતે રજૂ થયો. નિર્ણાયકો દ્વારા પોસ્ટરોનું મૂલ્યાંકન કરી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓમા બી.એ. -સેમ ૨ ના વિધાર્થી પ્રથમ નંબર વાઘેલા કોમલબા શક્તિસિંહ, દ્વિતીય નંબર ઠાકોર મીના અશોકજી અને તૃતીય નંબર ઠાકોર સુભાષજી જયંતિજી એ પ્રાપ્ત કરેલ.આ પોસ્ટર પ્રેઝન્ટેશન વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક અને જાગૃતિસભર સાબિત થયું તથા કોલેજમાં સાયબર સુરક્ષા અંગે સકારાત્મક અભિગમ વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!