ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ – રક્તદાન શિબિરનું આયોજન – 36 યુનિટ રક્ત એકત્રિત થયું.

આણંદ – રક્તદાન શિબિરનું આયોજન – 36 યુનિટ રક્ત એકત્રિત થયું.

તાહિર મેમણ – આણંદ – 15/05/2025 – આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ તાલુકા મથકો અને સેન્ટરો પર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત તાલુકા હેલ્થ ઓફીસ, આણંદ દ્વારા બાકરોલ ગામની પટેલ ત્રિભુવનદાસ સોમાભાઈ પટેલવાડી ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો.

તાલુકા હેલ્થ ઓફિસર ડો. કે.ડી. પાઠકે રક્તદાન કરનાર દરેક નગરજનને પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા હતા. તેમણે રક્તદાતાઓને રક્તદાન અંગેની મહત્વપૂર્ણ માહિતી પણ આપી હતી. કેમ્પમાં કુલ 36 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં બાકરોલ ગામના પૂર્વ સરપંચ ચંદ્રકાંતભાઈ પટેલ અને પીનાકભાઈ પટેલ સહિત અન્ય ગ્રામજનોએ હાજરી આપી હતી. તેમણે લોકોને રક્તદાન માટે પ્રોત્સાહિત કર્યા હતા.

Back to top button
error: Content is protected !!