ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ – બીઆરસી- યુઆરસી કો-ઓર્ડીનેટર્સ નો કાર્યક્રમ યોજાયો.૩૦૦થી વધુ બી.આર.સી તથા યુ.આર.સી ઉપસ્થિત રહ્યા.

આણંદ – બીઆરસી- યુઆરસી કો-ઓર્ડીનેટર્સ નો કાર્યક્રમ યોજાયો.૩૦૦થી વધુ બી.આર.સી તથા યુ.આર.સી ઉપસ્થિત રહ્યા.

તાહિર મેમણ – આણંદ – 20/052025 – આણંદ જિલ્લામાં પેટલાદ તાલુકાના માણેજ મુકામેના મણીલક્ષ્મી જૈન તીર્થ ખાતે સમગ્ર રાજ્યના બી.આર.સી – યુ.આર.સી. કો-ઓર્ડીનેટર્સ માટે સમગ્ર શિક્ષા, સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ, ગાંધીનગર દ્વારા આયોજિત બે દિવસીય કાર્યશાળા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાઈ હતી.આ કાર્યશાળામાં સમગ્ર રાજ્યમાંથી ૩૦૦થી વધુ બી.આર.સી તથા યુ.આર.સી ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યશાળાના અધ્યક્ષપદેથી શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોર દ્વારા જણાવ્યું હતું કે ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવા માટે સરસ્વતીના ઉપાસક એવા શિક્ષકોને આહ્વાહન કર્યું હતું.વધુમાં તેમણે ઉમેરતા જણાવ્યું હતું કે, સમયદાન અને શ્રમદાન કરીને પણ આગામી પેઢીને ઉજળી બનાવવા માટે શિક્ષકોએ સંકલ્પબધ્ધ બનવું જોઈએ.

આ ઉપરાંત વર્ષ ૧૯૯૭માં ત્તત્કાલીન વડાપ્રધાનશ્રી સ્વ.અટલબિહારી બાજપાઈએ સર્વ શિક્ષા અભિયાનની શરૂઆત કરી હતી.જેનો વ્યાપ વધારીને વર્ષ ૨૦૧૭માં હાલના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સર્મગ્ર શિક્ષા અભિયાનનો નવરત આયામ પ્રસ્થાપિત કર્યો છે.

આ પ્રસંગે ઉપસ્થિત બીઆરસી તથા યુઆરસીઓને જણાવતા કહ્યું હતું કે, ભૌતિક સુવિધા સરકાર આપી રહે છે, ત્યારે તમારા તાબા હેઠળના તાલુકા તથા ગામોની શાળામાં ગુણવત્તાયુક્ત કામગીરી થાય છે કેમ તે સુનિશ્ચીત કરવા પર મંત્રીશ્રીએ ભાર મૂક્યો હતો.

શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવીની બીઆરસી તથા યુઆરસીમાં ફરજ બજાવવા દરમિયાન શિક્ષક તરીકે ગુણ કયાંય ભૂસાઈ ન જાય અને શિક્ષકત્વ જાગૃત રાખવા વિશેષ દરકાર રાખવા મંત્રીશ્રીએ જણાવતા કહ્યું કે, શાળામાં બાળકો સાથે શાળાના પટ્ટાગણની સાફ-સફાઈ કરવી એતો સમૂહ શિક્ષણનો જ ભાગ તેમણે ગણાવ્યો હતો.

આ બે દિવસીય કાર્યશાળામાં જેવી પ્રવૃત્તિઓ/કાર્યક્રમોની સઘન જાણકારી મળી રહે તે હેતુસર તથા પ્રોજેકટ અંતર્ગતની જે તે શાખા ધ્વારા બજેટ અન્વયે થઈ રહેલ કામગીરી, તે અન્વયે પ્રશ્ન ઉપસ્થિત થાય તો તેના નિરાકરણ માટેના ઉપાયો અને હવેપછી થનાર કાર્યવાહીની વિગતો વગેરે બાબતો પર વિસ્તૃત માર્ગદર્શન તજજ્ઞો દ્વારા પૂરું પાડવામાં આવનાર છે.

આ પ્રસંગે સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર રણજીત કુમારે સ્વાગત પ્રવચન કરીને કાર્યશાળાની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, બીઆરસી/યુઆરસી કો.ઓર્ડિનેટરને સમગ્ર શિક્ષાના હેતુઓ, ધ્યેયો, ગુણવત્તાલક્ષી કાર્યક્રમો, નૂતન પ્રવાહોથી વાકેફ કરવા તથા પ્રોજેકટ અંતર્ગત ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ, શાળા મુલાકાત, શૈક્ષણિક માર્ગદર્શન તથા શાળા મુલાકાત અને વર્ગખંડ અવલોકન કરી શાળા મુલાકાત અને વર્ગખંડ અવલોકનની ઓનલાઈન એન્ટ્રી કરવી, પ્રજ્ઞા અભિગમ અંતર્ગત પ્રજ્ઞા શાળા મુલાકાત અને માર્ગદર્શન,ઈ-કન્ટેન્ટ,સ્કુલ ઓફ એકસેલન્સ અંતર્ગતની પ્રવૃત્તિઓ વગેરેની જાણકારી આપવામાં આવશે.

Back to top button
error: Content is protected !!