GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર ના વતની મહેન્દ્ર સોની દ્વારા દર વર્ષે ની જેમ તારીખ ૨૬ મી જુલાઈ એ ૨૬ વર્ષ પછી વિજય દિવસ ની યાદ તાજી કરાઇ

 

તારીખ ૩૧/૦૭/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

વેજલપુર ના વતની મહેન્દ્ર કંચનલાલ સોની દ્વારા વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી જી ને તામ્રપત્ર તૈયાર કરેલ જે તાત્કાલિન પંચમહાલ કલેક્ટર એ કે રાકેશ ને વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ને પહોંચાડવા માટે સુપ્રત કર્યુ હતું (૩) ત્રીજી મે ૧૯૯૯ થી ૨૬ જુલાઈ ૧૯૯૯ દરમ્યાન ભારત પાકિસ્તાન વચ્ચે કારગીલ યુદ્ધ થયું હતું‌.ભારત ના ૫૨૭ જવાનો શહીદ થયા હતા અને ૧૩૬૩ જવાનો ઘાયલ થયા હતા.સામે પક્ષે મોટી ખુવારી થઈ હતી.અંતે ભારત નો વિજય થયો કારગીલ વિજય દિવસ ની ઉજવણી ને ધ્યાન માં રાખી ને વેજલપુર ના મહેન્દ્ર કંચનલાલ સોની એ તાંબા ની પ્લેટ ઉપર કારગીલ પર્વત ની કલ્પના કરીને ટોચ ઉપર ભારતીય સૈન્યના જલ,સ્થલ અને વાયુ સેના ના ત્રણ જવાનો અને હાથમાં બંધુક એ કે ૪૭ અને ત્રિરંગો ધ્વજ લઈને આરીકટીંગ થી દર્શાવ્યા છે.એલ્યુમિનિયમ ધાતુનું શાંતિદૂત કબુતર ચાંચમાં તરણું લઈ દર્શાવ્યું છે તથા એલ્યુમિનિયમ ની AK ૪૭ માં થી ગોળી ને બદલે ગુલાબનું ફૂલ નિકળતું કલ્પ્યું છે જેના ઉપર”પાવર ઓફ પીસ ફ્લો ફ્રોમ બેરલ ઓફ ગન” એમ સ્લોગન લખ્યું છે.ભારત ના લડી રહેલા જવાનો, ઘાયલ થયેલા જવાનો અને શહીદીને વરેલા જવાનોને સલામી,સહાનુભૂતિ અને શ્રધ્ધાંજલી આપી હતી.યુદ્ધ દરમિયાન તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી જી એ જે ધૈર્ય અને શૌર્ય બતાવ્યું હતું તે બદલ બિરદાવવા એક ટુંકી કવિતા લખવામાં આવી હતી. ભારતીય પરંપરા હસ્તકલા શૈલીથી સંપૂર્ણ હાથ કારીગરી હસ્તકલા દ્વારા તામ્રપત્ર તૈયાર કરેલ જે તાત્કાલિન પંચમહાલ કલેક્ટર એ કે રાકેશ ને વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સુધી પહોંચાડવા માટે સુપ્રત કર્યુ હતું જેથી આજે પણ વેજલપુર ના વતની મહેન્દ્ર કંચનલાલ સોની દ્વારા દર વર્ષે ની જેમ તા ૨૬:જુલાઈ ૨૦૨૫ ના રોજ ૨૬ વર્ષ પછી વિજય દિવસ ની યાદ તાજી કરાય હતી.

Back to top button
error: Content is protected !!