આણંદ જિલ્લા જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો 13 પૈકી 10 પ્રસ્નો નું નિરાકરણ.

આણંદ જિલ્લા જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો 13 પૈકી 10 પ્રસ્નો નું નિરાકરણ.
તાહિર મેમણ – આણંદ – 26/12/2024 -આણંદ જિલ્લા નો આજરોજ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે આયોજિત આ સ્વાગત કાર્યક્રમમાં જિલ્લાકક્ષા અને તાલુકા-ગ્રામ્યકક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમને અનુલક્ષીને અરજદારોની ફરિયાદોને હકારાત્મક અભિગમ આપીને જિલ્લા કક્ષાએથી નિકાલ કરવામાં આવ્યો હતો.
આ સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા રજૂ કરાયેલ 13 જેટલા પ્રશ્નો મુદ્દે જિલ્લા કલેક્ટરએ સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા વિમર્શ કર્યો હતો. જે અન્વયે 13 પૈકી 10 પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. બાકીના 3 પ્રશ્નોના વધુ વિગત મેળવીને આગામી માસના જિલ્લા સ્વાગતમાં નિકાલ કરવામાં આવશે. આ સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેક્ટર આર.એસ.દેસાઈ સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.




