MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી (૨) શક્તિ સોસાયટી નજીક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલો સાથે એક ઝડપાયો

MORBI:મોરબી (૨) શક્તિ સોસાયટી નજીક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલો સાથે એક ઝડપાયો
મોરબીના સામાકાંઠે માળીયા વનાળીયા સોસાયટી સરકારી સ્કૂલ પાસે શક્તિ સોસાયટી નજીક રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૨૫ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે માળીયા વનાળીયા સોસાયટી સરકારી સ્કૂલ પાસે શક્તિ સોસાયટી નજીક રહેતા આરોપી પ્રવિણભાઇ ઉર્ફે પવો સવજીભાઈ પરમાર (ઉ.વ.૩૦) એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૨૫ કિં રૂ.૧૯૨૭૨ ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.










