નવસારી નેહરુ યુવા કેન્દ્ર દ્વારા સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ 

કાર્યક્રમની શરૂઆત સંકલ્પ પદયાત્રાથી કરવામાં આવી હતી, જે ફુવારા સર્કલથી શરૂ થઈને એમ. બી. ગોહિલ ફિઝિયોથેરાપી કોલેજ સુધી પહોંચી હતી. પદયાત્રા દરમિયાન, યુવાનોએ “આપણા સંવિધાન, આપણો સ્વાભિમાન” ના ઉત્સાહી નારાઓ સાથે સંવિધાનના મહત્વ વિશે જનજાગૃતિ ફેલાવી હતી.
આ પ્રસંગે, ઉપસ્થિત મહેમાનોએ યુવાનોને સંવિધાનનું મહત્વ અને મૂળ ફરજો તથા સમાનતા, એકતા અને સ્વતંત્રતા અંગે માર્ગદર્શન આપ્યું હતું . તેમને વધુ માહિતી આપતા તેઓએ યુવાનોને સંવિધાનના વિધાન અને દેશના વિકાસમાં તેના મહત્વ અંગે જાગૃત કર્યા.
આ કાર્યક્રમમાં નિબંધ લેખન અને ક્વિઝ સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જે યુવાઓને સંવિધાન વિશે વધુ જાણકારી અને સમજ મેળવવાનો અવસર આપતી હતી. આ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિજેતાઓને મહેમાનો દ્વારા પ્રમાણપત્ર અને ભેટ પાઠવવામાં આવ્યું.



