આણંદ જનરલ હોસ્પિટલમાં ઇન્ફૅક્શનના કારણે થતા રોગોની ત્વરીત સારવાર કરાઈ રહી છે

આણંદ જનરલ હોસ્પિટલમાં ઇન્ફૅક્શનના કારણે થતા રોગોની ત્વરીત સારવાર કરાઈ રહી છે
તાહિર મેમણ – આણંદ – 19/11/2025 – આણંદ જનરલ હોસ્પિટલમાં ઇન્ફૅક્શનના કારણે થતા રોગોની ત્વરીત સારવાર કરાઈ રહી છે આણંદ હોસ્પિટલ ખાતે આવતાં દર્દીઓને આરોગ્યલક્ષી સુવિધાઓમાં પૂરતી
તકેદારી રાખવામાં આવે છે.: મુખ્ય જિલ્લા તબીબી અધિકારીbઆણંદ ખાતેની જનરલ હોસ્પિટલમાં શહેરના નગરજનો ઉપરાંત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો વિનામૂલ્યે સારવાર લઇ રહ્યા છે.
બદલાતી ઋતુમાં ઇન્ફૅક્શન ફેલાવવાના કારણે શરદી, ખાંસી તથા તાવ સહિતના રોગોના કેસ આવી રહ્યા છે. આ દર્દીઓ ની સારવારમાં આણંદ જનરલ હોસ્પિટલના તબીબો દ્વારા સઘન પગલાં લેવાઈ રહ્યાં છે.
જનરલ હોસ્પિટલ ,આણંદના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન ડોક્ટર અમર
પંડ્યા એ જણાવયું હતું કે,આણંદ જનરલ હોસ્પિટલ ખાતે પૂરા પ્રમાણમાં દવાઓના સ્ટોક ઉપલબ્ધ
છે. આમ, આણંદ જિલ્લાના નાગરિકોને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા જનરલ હોસ્પિટલ આણંદ ખાતે આરોગ્યની ટીમ દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી છે.





