આણંદ – સરકાર દારૂ બંદીના કાયદાને નબળો પાડી રહી છે – પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા

આણંદ – સરકાર દારૂ બંદીના કાયદાને નબળો પાડી રહી છે – પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડ
તાહિર મેમણ – આણંદ – 24/12/2025 – આણંદ ખાતે પહોચેલ જન આક્રોશ યાત્રા મા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આપ્યું નિવેદન દારૂ નું વાહન બોર્ડર ક્રોસ કરી દેશના ગૃહ મંત્રીના વિસ્તાર સુધી પોહચે છે અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યાં:કહ્યું -‘તલાટીથી લઈને મુખ્યમંત્રીની ઓફિસ સુધી વ્યવહાર વિના કોઈ કામ થતાં નથી, પૈસા આપ્યાં વગર નોકરીઓ મળતી નથી’ ગુજરાતમાં રાજકીય પરિવર્તનનો સંકલ્પ લઈને કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલી ‘જન આક્રોશ યાત્રા’ ના દ્વિતીય ચરણનો ગત તારીખ 20 ડિસેમ્બરના રોજ ખેડા જિલ્લાના ફાગવેલથી પ્રારંભ થયો છે. ત્રણ દિવસ સુધી ખેડા જિલ્લાના વિવિધ ગામ-શહેરોમાં પરિભ્રમણ કર્યાં બાદ આજરોજ બોરીયાવી ખાતેથી આ ‘જન આક્રોશ યાત્રા’ એ આણંદ જિલ્લામાં પ્રવેશ કર્યો છે.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં નીકળેલી આ ‘જન આક્રોશ યાત્રા’ બોરીયાવી, લાંભવેલ થઈ આણંદ શહેરમાં આવી પહોંચી હતી. બાંધણી ચોકડી ખાતે આવેલ લીમ્બચ માતાના મંદિર ખાતે સભા યોજવામાં આવી હતી. જેમાં અમિત ચાવડાએ વર્તમાન ભાજપ સરકાર ઉપર આકરાં પ્રહાર કર્યાં હતાં. મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, દારૂ-ડ્રગ્સ ની બદી સહિતના વિવિધ મુદ્દા ઉપર રાજ્ય તેમજ કેન્દ્રની ભાજપ સરકારને ઘેરી હતી.
અંગ્રેજો જેવું શાસન ગાંધીનગર અને દિલ્હીમાં ચાલે છે
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, અત્યારે કોઈ ચૂંટણી નથી, કોઈના મત પણ નથી લેવાના. પણ આખા ગુજરાતમાં આ સરકારે ભયનો માહોલ ઉભો કર્યો છે. કોઈ બોલી ના શકે, કોઈ સરકાર વિરૂદ્ધ લખી ના શકે, કોઈ આંદોલન ના કરી શકે, સરકારમાં થતાં ભ્રષ્ટાચાર કે ગેરવહીવટ સામે કોઈનો અવાજ ના ઉઠવો જોઈએ એવું અંગ્રેજો જેવું શાસન ગાંધીનગર અને દિલ્હીમાં ચાલે છે. ચરોતરની ભૂમિ પરના સરદાર પટેલ જેવા વિરલ નેતૃત્વ કે જેણે ગોરા અંગ્રેજોને પણ દેશ છોડવાની ફરજ પાડી, આ જ ગાંધી-સરદારની ગુજરાતની ધરા પરથી જો આ નવા કાળા અંગ્રેજોને ચેલેન્જ આપવામાં નહીં આવે તો, આ ગુલામીના દિવસો અંગ્રેજો કરતાં પણ ખરાબ આવશે. માટે જ ગુજરાતની પ્રજાની તકલીફ, પીડા, દર્દ અને આક્રોશને વાચા આપવા માટે આ જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે.





