આણંદ હાડગુડ ગામે ઉર્ષની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી

આણંદ હાડગુડ ગામે ઉર્ષની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી
તાહિર મેમણ – આણંદ – 03/04/2025 – આણંદ જિલ્લાના હાડગુડ ગામે આવેલ શહેનશાહે ચરોતર હઝરત પીર સૈયદ કમાલુદ્દીન કાદરી ના ઉર્ષની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવીહતી. ઉર્ષની ઉજવણી માં મુસ્લિમ બિરાદરો ની સાથે હિન્દુ શ્રદ્ધાળુઓ પણ મોટી સંખ્યામાં સહભાગી થયા હતા.વર્ષો પુરાણી પરંપરા અનુસાર ચાલુ વર્ષેપણ ઈદના બીજા જ દિવસે ઉર્પ નું આયોજન કરવામાં આવ્યુ હતું. જામાં મસ્જિદ પાસે થી ભવ્ય ઝુલુસની શરૂઆત થઈ હતી.ઝુલુસ હાડગુડ નારાજમાર્ગો પર ફરી દાદા ના મજાર પર પહોંચ્યું હતું.મુસ્લિમ બિરાદરો ઉપરાંત અનેક હિંદુઓ માટે આસ્થાનું કેન્દ્ર ગણાતા કમાલુદ્દીન કાદરીના મજાર પરઅનેક શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.હાડગુડ ગામ સૈયદ સમાજ તેમજ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આયોજીત પીર સૈયદ કમાલુદ્દીનકાદરીના ઉર્ષની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી.જામાં મસ્જિદ પાસેના હુસૈની ચોક ખાતે થી નિશાન ગાદી અને અલમ પાર્ટી સાથે ઝુલુસની ભવ્ય શરૂઆત થઈ હતી. ઝુલુસ દરગાહ પર પહોંચતા મજારપર સંદલ શરીફની રસમ અદા કરવામાં આવી હતી. સાથે જ શ્રધ્ધાળુઓ દ્વારા ફુલફાતેહા તેમજ નજરો ન્યાઝની સાથે દરૂદો સલામ પેશ કરવામા આવ્યા હતા.
ઝીકરો અસ્કારની સાથે દેશમાં અમન શાતિ અને કોમી એકતાની સાથે ભાઈચારો મજબૂત બને તે માટે ખાસ દુઆ ગુજારવામાં આવી હતી. સમગ્ર ઝુલુસદરમિયાન હાડગુડ ગામના વિવિધ ગૃપો તરફથી અલગ-અલગ વાનગીઓ નું ન્યાઝ સ્વરૂપે વિતરણ કરવામાં આવ્યું હતું.ઝુલુસનું સમાપન થતા હઝરતના આસ્તાના ની બાજુમાં આવેલ મેદાનમાં હાડગુડના બાપુ ગ્રૂપ દ્વારા તમામ ગ્રામજનો ઉપરાંત ઉર્ષમાં પધારેલ તમામશ્રદ્ધાળુઓ માટે સમસ્ત હાડગુડ ગામના નવયુવકો ના સહયોગ થી આમ ન્યાઝનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. ન્યાઝ પ્રસંગે પાણી ગ્રુપ તરફથીઠંડા પાણીની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
જ્યારે સૈયદ ગ્રૂપ તરફ થી લસ્સી તથા મદાર ગ્રૂપ તરફ થી સરબત ઉપરાંત છોટે બાપુ ગ્રૂપ તરફ થી સરબતે મહોબ્બત નું વિતરણ કરાયું હતું.ઉર્ષ નાકાર્યક્રમ ને સફળ બનાવવા સમગ્ર હાડગુડ ગામના અગ્રણીઓ સહિત નવયુવકોએ એ ખભે થી ખભા મિલાવી ખડે પગે સેવા બજાવી હતી…





