માનસિક અસ્થિર યુવાને હુમલો કર્યો:અંકલેશ્વરમાં માનસિક અસ્થિરે વૃદ્ધને છરીના ઘા માર્યા, ટોળાની સામે થઇ ગયો
સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વરના વ્હોરવાાડ વિસ્તારમાં રહેતાં અને માનસિક અસ્થિર યુવાને ચપ્પુ લઇ એક વૃદ્ધ પર 3 થી 4 ઘા ઝીંકી દીધા હતા. લોકો તેને પકડવા માટે દોડયાં તો તે ડાંગ અને છરી લઇને લોકોની સામે થઇ ગયો હતો. ભારે જહેમત બાદ યુવાનને પકડી દોરડાથી બાંધીને ફરીથી વડોદરાની હોસ્પિટલમાં મોકલી અપાયો હતો. અંકલેશ્વર વ્હોરવાડ ખાતે રહેતા ફારુખ માનસિક રીતે બીમાર વ્યક્તિ 2 મહિના પહેલા જવડોદરાથી પરિવારજનો દ્વારા સારવાર કરી પરત આવ્યા હતા.
જો કે દવા બંધ થઇ જતા તે પુનઃ માનસિક બિમારી માં આવી અભદ્ર વર્તન કરવા નું શરુ કરી દીધું હતું. ફળીયા નગ્ન ફરવા સાથે લાકડાનીડાંગ , કુહાડી ચપ્પુ લઇ નીકળી પડતો હતો. શુક્રવારે અચાનક જ ફળિયામાં રહેતા 65 વર્ષીય કાસીમ ભાઈ પર ચપ્પુથી હૂમલો કરી દીધો હતો. તેણે એક પછી એક મળી કુલ 4 ઘા મારી દીધાં હતાં.વૃધ્ધે .બૂમાબૂમ કરતાં આસપાસથી લોકો દોડી આવ્યાં હતાં
પણ ફારૂખ તેમની સામે ડાંગ અને છરી લઇને ઉભો થઇ ગયો હતો. લોકોએ તેનો વ્હોરવાડથી સ્ટેશન સુધી બે કિમી પીછો કરી ઝડપી પાડયો હતો. આખરે કોર્પોરેટર બખ્તિયાર પટેલ તથા અન્ય યુવાનોએ તેને બ્રિજનગરથી પકડી લીધો હતો. તે આક્રમક હોવાથી તેને દોરડાથી બાંધીને ફરીથી વડોદરાની હોસ્પિટલમાં લઇ જવાયો હતો. અડધાથી એક કલાક સુધી યુવાને આખા અંકલેશ્વર શહેરને માથે લેતાં લોકોમાં ભય ફેલાયો હતો.