GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ૩૫ વર્ષ સુધીની વય ધરાવતા યુવક-યુવતીઓ માટે સાહસિક પ્રવૃતિ બહાર લાવવા પાંચ દિવસની નિવાસી શિબિર તાલીમ યોજાશે

તા.૯/૭/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા સાહસિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે તે માટે પાંચ દિવસની નિવાસી શિબિરનું આયોજન કરાશે. આ તાલીમ શિબિરમાં ૧૫ થી ૩૫ વર્ષના યુવક યુવતીઓની શારીરિક ક્ષમતા વધે, યુવાઓમાં સાહસિકતાના ગુણનો વિકાસ થાય અને તેઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે તેવા પ્રયત્નો કરવામાં આવશે.

પૂર, વાવાઝોડું, આગ, ભૂકંપ જેવી કુદરતી / કૃત્રિમ આપદાઓના સમયમાં યુવાનો સ્વબચાવ સાથે અન્યોને પણ મદદ કરી શકે તે માટે તાલિમ શિબિરનું આયોજન કરાશે. આ તાલીમમાં સરકારશ્રી દ્વારા શિબિરાર્થીઓને રહેવા, જમવા અને પ્રવાસભાડું આપવામાં આવશે. આ તાલીમમાં એન.સી.સી. અને એન.એસ.એસ., રમત ગમત, સાહસિક પ્રવૃત્તિઓ/ અન્ય એડવેન્ચર પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલ શિબિરાર્થીઓને પ્રથમ પસંદગી આપવામાં આવશે. આ તાલીમમાં લેવા ઇચ્છુક યુવક-યુવતીઓએ રાજકોટના જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ૫/૫, બહુમાળી ભવન રેસકોર્ષ રોડ ખાતે અરજી ફોર્મ સાથે જરૂરી આધાર પુરાવા સ્વ.પ્રમાણિત કરી તા.૧૦/૦૭/૨૦૨૪ સુધીમાં કચેરી સમય દરમ્યાન મોકલી આપવાનું રહેશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી રાજકોટની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!