BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
નબીપુર ગ્રામ પંચાયતના બે નવનિયુક્ત સભ્યોનું ગ્રામ પંચાયત ઓફિસ ખાતે સ્વાગત કરાયું.

સમીર પટેલ, ભરૂચ
નબીપુર ગ્રામ પંચાયતના બે દિવનગત સભ્યો સ્વર્ગસ્થ યુસુફભાઈ બોરીયાવાળા અને ઐયુબભાઈ નૂનીયા ની ખાલી પડેલ સીટો ઉપર ઇલયાસભાઇ ભોચા અને અલતાફભાઈ બપૈયા બિનહરીફ ચૂંટાટા બંનેનું આજરોજ ગ્રામ પંચાયત નબીપુર ઓફિસ ખાતે સ્વાગત સમારંભ યોજી ચાર્જ સોપાયો હતો. આ પ્રસંગે ગામના સરપંચ, ડે. સરપંચ, ગરમ પંચાયતના સભ્યો, પંચાયત તલાટીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા. ડે. સરપંચે બંને નવા સભ્યોની ઓળખ આપીને તેમને પુષ્પગુચ્છ આપી ફુલહાર પહેરાવ્યા હતા. નવા સભ્યોએ ગામ માટે પંચાયતના દરેક કાર્યમાં મદદરૂપ થવાની ખાત્રી આપી હતી. ઉપસ્થિત ગ્રામજનોએ બંને નવા સભ્યોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ બંને સભ્યોને પંચાયતના તલાટીઓ એ મો મીઠું કરાવ્યુ હતું.



