આણંદ મહાનગરપાલિકા દ્વારા અમૂલ ડેરી રોડ ઉપર આવેલ શાકમાર્કેટમાં ગંદકી અને પાર્કિંગ બાબતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આણંદને આપવામાં આવી નોટિસ

આણંદ મહાનગરપાલિકા દ્વારા અમૂલ ડેરી રોડ ઉપર આવેલ શાકમાર્કેટમાં ગંદકી અને પાર્કિંગ બાબતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આણંદને આપવામાં આવી નોટિસ
તાહિર મેમણ – આણંદ – 06/11/2025 – આણંદ મહાનગરપાલિકા દ્વારા અમૂલ ડેરી રોડ ઉપર આવેલ શાકમાર્કેટમાં ગંદકી અને પાર્કિંગ બાબતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આણંદને આપવામાં આવી નોટિસ શાક માર્કેટમાં વાહનોનું વ્યવસ્થિત પાર્કિંગ કરાવવા અને જરૂરી સફાઈ કરવા સૂચનાજરૂરી પગલા લેવામાં નહીં આવે તો શાક માર્કેટ સીલ કરવામાં આવશે – નાયબ મ્યુનિસિપલ કમિશનર
કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર ના માર્ગદર્શન હેઠળ મનપા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાના રહે અને જરૂરી સ્વચ્છતા જળવાઈ રહે તે માટે મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા દિવસ અને રાત્રી સફાઈ કરવામાં આવે છે.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આણંદ હસ્તક આવેલ અમૂલ ડેરી રોડ ઉપરનું શાક માર્કેટ ની અંદર મહાનગરપાલિકાની ટીમ દ્વારા આકસ્મિક ચેકિંગ કરતા વધારે પડતી ગંદકી જોવા મળી હતી. આ ઉપરાંત શાકમાર્કેટના વેપારીઓ દ્વારા મુખ્ય રસ્તાઓ ઉપર પણ ખૂબ જ પ્રમાણમાં જ્યાં ત્યાં કચરો નાખવામાં આવે છે તેવું ધ્યાનમાં આવેલ છે. આ ઉપરાંત શાકમાર્કેટની આજુબાજુ વાહનોનું પાર્કિંગ બરાબર કરવામાં આવતું ન હોય અવ્યવસ્થિત પાર્કિંગ થી ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ છે.
કરમસદ આણંદ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ અમુલ ડેરી રોડ ઉપરનું શાક માર્કેટ જે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આણંદ હસ્તક આવેલ છે જ્યાં જરૂરી સફાઈનું આયોજન કરવા સુવ્યવસ્થિત પાર્કિંગની અમલવારી કરાવવા માટે નાયબ મ્યુનિસિપલ કમિશનર કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવેલ છે.
મહાનગરપાલિકા દ્વારા નોટિસમાં જણાવવામાં આવ્યું છે તે મુજબ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, આણંદ દ્વારા જાહેર જનતાની સુખાકારીને ધ્યાનમાં રાખી શાક માર્કેટ ની ની અંદર ની બાજુ ઉપર જરૂરી સફાઈ અને બહારની સાઈડ ઉપર સુવ્યવસ્થિત પાર્કિંગ કરવામાં નહીં આવે તો નિયમ અનુસાર શાકમાર્કેટને સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું છે.





