આણંદ – લારી લઈને મહાનગર પાલિકા પોહ્ચ્યા ફ્રૂટ ની લારી વાળા

આણંદ – લારી લઈને મહાનગર પાલિકા પોહ્ચ્યા ફ્રૂટ ની લારી વાળા –
તાહિર મેમણ – આણંદ – 20/12/2025 -આણંદ શહેરના અમૂલ્ડ ડેરી રોડ પર ઉભા રહેતા વેન્ડરો લારી સમાન લઈને પહોંચ્યા મનપા કચેરી બહાર વારંવાર દબાણ હટાવવાની કામગીરી ને લઈને રોજી રોટીના પ્રશ્નોને લઈને કરી રજુઆત
કરમસદ આણંદ મનપા ના અધિકારી ધ્વારા જાહેરમાં લારી ઉભી કરી દબાણ નહી કરવાનું જણાવ્યું આણંદ શહેરના અમુલ ડેરી રોડ, તુલસી સિનેમા ચાર રસ્તા, મોટી શાકમાર્કેટ અને સ્ટેશન રોડ ઉપર ફ્રુટની લારીઓ સહિત અન્ય લારીઓવાળા ઉભા રહેતા હોવાથી માર્ગ ટ્રાફિક જામ થઇ જતો હતો. તેને ધ્યાને મનપા દ્વારા તમામ લારીઓ દૂર કરવામાં આવી છે.લારીઓવાળા માટે ડોક્ટર અજય કોઠીયાલાના દવાખાનાની પાછળ વેન્ડિંગ ઝોન બનાવીને જગ્યા નક્કી કરવામાં આવી છે. તેમ છતાં કેટલાંક બની બેઠલા નેતાઓ ફ્રૂટની લારીઓ શાકમાર્કેટ પાસે ઉભી રાખીને ધંધો કરે છે.
મનપાના ડેપ્યુટી કમિશ્નરે જણાવ્યું હતું કે આણંદ મનપા વિસ્તારમાં તમામ જાહેર માર્ગો પર કોઇ પણ લારીવાળાને ઉભા રહેવા દેવામાં આવશે નહીં. તમને જગ્યાએ ફાળવી છે. ત્યાં જઇને ધંધો કરી શકો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ મનપા દ્વારા શહેરના રોડ સેફટીને ધ્યાને લઇને શહેરના જાહેર માર્ગો પર કોઇ પણ લારીપાથરણાં વાળાને ધંધો નહી કરવાની સુચના આપી છે. તેમ છતાં કેટલાંક લારીઓ વાળા,આણંદ શાકમાર્કેટ,અમૂલ ડેરી રોડ કે સ્ટેશન પર ધંધો કરવાની જીગ પકડી બેઠા છે.લારીઓવાળાઓ ગુરૂવારે મનપા કચેરી બહાર સૂત્રોચ્ચાર કરીને ભારે વિરોધ કર્યો હતો. ત્યારબાદ મનપાના ડેપ્યુટી કમિશ્નરને મળીને ઉગ્ર રજૂઆત કરી હતી. ત્યારે ડેપ્યુટી કમિશ્નરે જણાવ્યું હતું રોડ સેફટી અને માનવ જીવન ખતરામાં ન મુકાય તે માટે શહેરના કોઇ માર્ગ પર લારીપાથરણા વાળાને ઉભા રહેવા દેવામાં આવશે નહી.





