આણંદ સેનિટેશન વિભાગે નારાયણ પ્લાસ્ટિકમાંથી 15 હજાર હજારનો દંડ વસૂલ્યો
આણંદ સેનિટેશન વિભાગે નારાયણ પ્લાસ્ટિકમાંથી 15 હજાર હજારનો દંડ વસૂલ્યો
તાહિર મેમણ- 11/10/2025 – આણંદ મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગે સરદાર ગંજ વિસ્તારમાં આવેલી નારાયણ પ્લાસ્ટિક નામની દુકાનમાંથી 700 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન દુકાન માલિક પાસેથી સ્થળ પર જ ₹15,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
મનપાની ટીમે વિવિધ દુકાનોમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી, જેમાં નારાયણ પ્લાસ્ટિક ખાતેથી આ પ્રતિબંધિત જથ્થો મળી આવ્યો હતો. પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ અને સંગ્રહ બદલ આ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.
સેનિટેશન વિભાગ દ્વારા દુકાનદારોને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કે વેચાણ ન કરવા અપીલ કરવામાં આવી છે. મનપાએ જણાવ્યું છે કે ભવિષ્યમાં પણ આકસ્મિક તપાસ ચાલુ રહેશે અને જો કોઈ દુકાનમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પકડાશે તો નિયમો મુજબ કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.