આણંદ ગેરકાયદેસર રીતે રેતી ખનન કરનાર ઉપર રેડ અંદાજિત રૂપિયા 4.32 કરોડનો મુદ્દા માલ જપ્ત

આણંદ ગેરકાયદેસર રીતે રેતી ખનન કરનાર ઉપર રેડ અંદાજિત રૂપિયા 4.32 કરોડનો મુદ્દા માલ જપ્ત
તાહિર મેમણ- આણંદ- 11/02/2026 – આણંદ જિલ્લામાં ગેરકાયદેસર રીતે નદીના પટમાંથી રેતી ખનન કરતા અને પરવાનગી મેળવી હોય તેના કરતાં વધુ રેતી કાઢતા હોય તેવા લોકો ઉપર આકસ્મિક ચેકિંગ હાથ ધરવા જણાવ્યું હતું.
જિલ્લા કલેકટર શ્રી ની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ આણંદના પ્રાંત અધિકારી શ્રી મયુરભાઈ પરમાર, આણંદ ગ્રામ્ય મામલતદાર શ્રી વિજયરાજ સિંહ ગોહિલ, ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓ અને વાસદ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓની ટીમ બનાવીને આજે સવારથી જ વાસદ મહીસાગરના પટમાં બ્રિજની જોડે ગેર કાયદેસર રીતે કોઈપણ જાતની પરવાનગી વગર રેતી ખનન કરનાર લોકો ઉપર આકસ્મિક રેડ કરવામાં આવી હતી.
પ્રાંત અધિકારી શ્રી ડો. મયુરભાઈ પરમાર અને ટીમ દ્વારા વાસદના મહીસાગર નદીના પટમાં થી ગેરકાયદેસર રીતે રેતી ખનન કરનાર સામે પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગ કરવામાં આવતા વાસદ મહીસાગર નદી ના પટમાંથી કોઈપણ મંજૂરી વગર નાવડી દ્વારા ગેરકાયદેસર રીતે રેતી ખનન કરનારા લોકો આ ઉપરાંત જેમણે ખાણ ખનીજ વિભાગની મંજૂરી લીધી હતી પરંતુ તેના કરતાં વધુ રેતી ખનન કરનારા લોકો સામે કાર્યવાહી કરી 10 ચારણા,07 એક્સકવેટર મશીન, 25 બોટ, નાવડી અને 25 પાઇપ મળીને અંદાજિત રૂપિયા 4.32 કરોડનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે અને વાસદ પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યો છે.
જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી ની સૂચના અને માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરનાર લોકો ઉપર આકસ્મિક તપાસ કરવામાં આવશે. આ ઝુંબેશ ચાલુ રહેશે અને ગેરકાયદેસર રીતે રેતી ખનન કરનાર લોકો સામે અને પરવાનગી મેળવી હોય પણ તેના કરતાં વધુ રેતી ખલન કરતા હોય તેવા લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે.





