આણંદ સ્પેશિયલ ડ્રાઇવ યોજીને ૨૧ પેઢીઓ પાસેથી જુદી જુદી બ્રાન્ડના ઘી ના ૩૪ નમૂનાઓ લેવાયા
આણંદ સ્પેશિયલ ડ્રાઇવ યોજીને ૨૧ પેઢીઓ પાસેથી જુદી જુદી બ્રાન્ડના ઘી ના ૩૪ નમૂનાઓ લેવાયા
તાહિર મેમણ – આણંદ – 09/10/2025 – ખોરાક અને ઔષધ નિયમન તંત્ર આણંદ ના મદદનીશ કમિશનર દ્વારા દિવાળીનો તહેવાર આવતા હોય આણંદ શહેરમાં તેમજ જિલ્લામાં વિશેષ ઝુંબેશ હાથ ધરીને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ તેમજ નમુના લેવાની કામગીરી કરવામાં આવી હતી.
આ સઘન તપાસ તેમજ નમુના લેવાની કામગીરી આણંદ શહેર તેમજ જિલ્લાના અલગ- અલગ તાલુકાના નગરજનોને શુધ્ધ ખોરાક મળી રહે તેવા ઉદેશ્ય સાથે ફુડ & ડ્રગ વિભાગની ટીમે ત્રણ દિવસ સુધી ઘી નું ઉત્પાદન, વેચાણ તથા સંગ્રહ તેમજ મિઠાઇ બનાવામાં તેમજ હોટેલ/રેસ્ટોરન્ટમાં વપરતા ઘી ની પેઢીમાથી ‘ઘી’ ના નમુનાની લેવાની સ્પેશીયલ ડ્રાઇવ નું આયોજન કરી અને કુલ ૨૧ પેઢીઓની તપાસ કરી હતી અને જુઠા – જુદા ઘી (લુઝ) તેમજ જુદી – જુદી બ્રાડના ધી (પેક) ના કુલ – ૩૪ નમુનાઓ લઇ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, જેના પૃથ્થકરણ અહેવાલ આવ્યેથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું છે.