આણંદ વાસદ ટોલનાકા પાસેથી રૂ 75.47 લાખ નો દારૂ જપ્ત.
આણંદ વાસદ ટોલનાકા પાસેથી રૂ 75.47 લાખ નો દારૂ જપ્ત.
તાહિર મેમણ – આણંદ – 03/06/2025 – વાસદ પોલીસને મળેલી બાતમીના આધારે વડોદરાથી પસાર થતી એક ટ્રક ને વાસદ ટોલનાકા નજીક હનુમાન મંદિર પાસે રોકવામાં આવી હતી. ટ્રકમાંથી રૂપિયા ૭૫,૪૭,૦૪૦ની કિંમતનો વિદેશી દારૂ અને બિયરની ૫૦૧ પેટીઓ મળી આવી હતી. આ દારૂનો જથ્થો પેપર ટ્યુબના પુંઠાની આડમાં છુપાવવામાં આવ્યો હતો.
પોલીસે ટ્રકમાંથી હરિયાણાના ચરખીદાદરી જિલ્લાના નીમલી ગામના બે શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓની ઓળખ મુનેશકુમાર સતીશકુમાર મનફુલજાટ અને જીતેન્દ્ર રઘબીર દાનક તરીકે થઈ છે.
પૂછપરછમાં જાણવા મળ્યું કે આ દારૂનો જથ્થો પારડીના ઉમેશ બાબુ પટેલે પારડી-વલસાડ હાઈવે રોડ પરથી ભરાવ્યો હતો. આ જથ્થો વેરાવળ-સોમનાથ વિસ્તારમાં કિશોર અને જીગ્નેશ નામના વ્યક્તિઓને પહોંચાડવાનો હતો.
પોલીસે વિદેશી દારૂ, રોકડ રકમ, મોબાઈલ ફોન અને ટ્રક સહિત કુલ રૂપિયા ૮૫,૫૩,૦૪૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા બંને આરોપીઓ ઉપરાંત દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે