આણંદ 1 મહિના પહેલા બનાવેલ રોડ તોડીને કોન્ટ્રાક્ટર પોતાના ખર્ચે ફરીથી બનાવશે

આણંદ 1 મહિના પહેલા બનાવેલ રોડ તોડીને કોન્ટ્રાક્ટર પોતાના ખર્ચે ફરીથી બનાવશે
તાહિર મેમણ – આણંદ – 05/12/2025 આણંદ – કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા દિવાળીના સમયમાં લોટીયા ભાગોળ કપાસિયા બજાર વિસ્તારમાં આરસીસી રોડ રવિરાજ કન્સ્ટ્રક્શન પાસે બનાવવામાં આવ્યો હતો.
પરંતુ આ રોડ બનાવ્યા ના તુરંત જ આસપાસના રહીશો દ્વારા અવરજવર ચાલુ કરતા રોડ નું મજબૂતીકરણ થયું ન હતું. જે ધ્યાને આવતા કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સૂચના મુજબ અંદાજિત 50 મીટર જેટલો આરસીસી રોડ લોટીયા ભાગોળ વિસ્તારમાં રવિરાજ કન્સ્ટ્રકશન્સ કંપની દ્વારા ફરીથી બનાવવામાં આવી રહ્યો છે જે ખર્ચ કોન્ટ્રાક્ટર પોતે ભોગવશે. આ નવો બનાવવામાં આવેલ રોડ ઉપરથી આજુબાજુના રહીશો રોડનું મજબૂતીકરણ ન થાય ત્યાં સુધી તેની ઉપરથી પસાર ન થવા જણાવવામાં આવ્યું છે.આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર રૂ 28 લાખના ખર્ચે 180 મીટરનો આરસીસી રોડ તૈયાર કરીને દિવાળી પહેલા ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જે તે વખતે આરસીસી રોડ તૈયાર થયો તેના ગણતરીના કલાકોમાં સ્થાનિકોએ ખોલી નાંખતા રોડ 50 મીટર સુધીનો રોડ તુટી ગયો હતો.જેથી મનપા કમિશ્નરે તાત્કાલિક કોન્ટ્રાકટરને સુચના આપીને ખરાબ થઇ ગયલે રસ્તાને નવેસરથી બનાવવા જણાવ્યું હતું.જેના ભાગરૂપે ગુરૂવાર સવારથી લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ નો 50 મીટરનો રોડ તોડીને નવેસરથી કોન્ટ્રાકટર દ્વારા સ્વ ખર્ચે બનાવવાની કામગીરી હાથ ધરી છે.





