- પ્રતિનિધી : ઉમરેઠ
તસ્વીર : કુંજન પાટણવાડીયા
આજ રોજ ઉમરેઠ નગરમાં આવેલ થામણા ચોકડી ખાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો.ઉમરેઠ નગરની થામણા ચોકડીએ મોટા ભારે ટ્રેલરે બાઇક સવારને ટક્કર મારતાં સર્જાયો અકસ્માત.બાઇક સવાર પોતાના સબંધી ને ત્યાં સામાજીક પ્રસંગ અર્થે આવેલ હતાં અને પ્રસંગ પૂરો થયા બાદ પોતાના ઘરે ચુનેલ ગામે જઈ રહ્યા હતા ત્યારે ઉમરેઠની થામણા ચોકડી પર મોટા ભારે ટ્રેલર એ પાછળથી ટક્કર મારતાં બાઇક પર સવાર પાછળ બેઠેલ મહિલાના બંને પગ કચડાઈ ગયા હતા અને નાના ત્રણેક વર્ષના બાળકને પણ ભારે ઈજાઓ થઈ હતી.અકસ્માતની જાણ થતાં ઉમરેઠ પોલીસ તુરંત ઘટના સ્થળે આવી ગઈ હતી અને ટ્રાફિક ક્લિયર કરાવ્યું હતું.અકસ્માત સ્થળ પર હાજર નાગરિકો દ્વારા ઇમરજન્સી ૧૦૮ ને સંપર્ક કરવાના અનેકો પ્રયાસ કર્યા પણ કોઈ સંપર્ક થઈ શક્યો નહી.અકસ્માતની પરિસ્થિતિ ઊભી થઈ અને ત્યાં અકસ્માતમાં ભોગ બનેલ મહિલા કરગરતી રહી પણ ૧૦૮ ત્યાં સમયસર પહોંચી શકી નહી. થોડો સમય વિત્યા બાદ ઇમરજન્સી ૧૦૮ સ્થળ પર આવી અને ઘાયલ મહિલાને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા. અકસ્માત સ્થળે હાજર તમામ નાગરિકો કહી રહ્યા હતા કે ના કરવું નારાયણને અને મહિલા ના બંને પગ કચડાઈ ગયા અને ઇમરજન્સી સેવા સમયસર ના પહોંચી શક્યું તો થોડી વાર રિબાયા બાદ જો મહિલા ના જીવ ગુમાવાનો વારો આવે તો તેની જવાબદારી કોની.?