
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
માલપુર મુકામે ભંગારના વેપારીના ગોડાઉનમાં સરકારી પાઠ્યપુસ્તકોનો મોટો જથ્થો ઝડપાતા અરવલ્લીમાં ખળભળાટ
અરવલ્લી જિલ્લામાં ચિંતાનો વિષય બનેલી ઘટના પ્રકાશમાં આવી છે. માલપુર તાલુકામાં આવેલા એક ભંગારના વેપારીના ગોડાઉનમાં સત્તાવાર રીતે સરકાર દ્વારા આપવામાં આવતાં પાઠ્યપુસ્તકોનો મોટો જથ્થો ઝડપાયો છે. આ ઘટના અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તાત્કાલિક પગલાં ભરી તપાસ શરૂ કરી છે.
પ્રાથમિક માહિતી મુજબ, આ પાઠ્યપુસ્તકો મહીસાગર જિલ્લાના ખાનપુર પંથકમાંથી ભંગારના વેપારીએ ખરીદ્યા હોવાની શક્યતા છે. DEPO (District Education Officer) તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, સ્થળ તપાસ દરમિયાન મોટો જથ્થો મળી આવ્યો હતો, જેમાં થોડા જૂના અને થોડા નવા અભ્યાસક્રમના પુસ્તકો પણ હોવાનું જણાયું છે.DEPOએ આપી માહિતી, પાઠ્યપુસ્તક મંડળને અહેવાલ સોંપાયો
અરવલ્લી જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, “આ સમગ્ર પ્રકરણની માહિતીને ગંભીરતાથી લઇને તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત પુસ્તકોનો વિવરણ તૈયાર કરીને ગુજરાત પાઠ્યપુસ્તક મંડળને રિપોર્ટ મોકલવામાં આવ્યો છે.”મહત્વની વાત એ છે કે, મહીસાગર જિલ્લાના શિક્ષણ અધિકારી દ્વારા માહિતી અપાઈ હતી, જેના આધારે કાર્યવાહી કરવામાં આવી. હાલ ભંગારના વેપારી પાસે સ્ટોક ક્યાંથી અને કેવી રીતે આવ્યો તે દિશામાં તપાસ ચાલી રહી છે.
શિક્ષણ તંત્ર સામે અનેક સવાલો :- સરકાર દ્વારા મફત આપવામાં આવતાં પુસ્તકો ભંગારમાં કેવી રીતે પહોંચે છે તે મોટો પ્રશ્ન છે…?




