વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ તા. ૧૩ : સી.આર.સી. શાળા નં. ૧૭ માં સી.આર.સી.કો. ઓર્ડીનેટર જિતેન જોષી તેમજ કન્વીનર રોહિત ગોર દ્વારા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન સાથે કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલસ્ટરની સરકારી પ્રાથમિક શાળાઓના બાળ વૈજ્ઞાનિકો દ્વારા વિવિધ વિષયના અનુસંધાને કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કલા ઉત્સવ અંતર્ગત સંગીત ગાયન, સંગીત વાદન, કાવ્ય લેખન તયા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ ૬૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં વિજેતા બાળકોને શિલ્ડ અને રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું. જયારે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર , પેડ – પેન્સિલ વગેરે શિક્ષણ ઉપયોગી વસ્તુઓ આપવામાં આવી હતી.આ પ્રચગે ભુજ તાલુકા બી.આર.સી. કો. ઓ. ભરતભાઈ પટોડિયા ખાસ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. જયારે દાતા શ્રીમતિ મીનાબેન પ્રવિણ ભદ્રા દ્વારા બાળકોને શિલ્ડ ,પ્રમાણપત્રો , પેડ -પેન્સીલ વગેરે વસ્તુઓ આપવામાં આવી હતી. રામગ્ર આયોજનને સુચારૂ રીતે સંપન્ન કરવા સુરેન્દ્રસિંહ ઝાલા , હસ્મિતાબા પરમાર, મીરાબેન સોલંકી, ભાવેશભાઈ પવાણી, ધર્મિષ્ઠાબેન ચૌધરી, અને લાખાભાઈ રબારીએ જહેમત ઉઠાવી હતી.શિક્ષણ જગતમાં સત્કર્મનું વિશેષ પદાર્પણ કરનાર ભટ્ટા દંપતિનું શાલ અને પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે પ્રતિભાશાળી શિક્ષક ભાવેશ પવાણી, ચાર્વીબેન અંજારિયા અને ભીમરાવ નગર શાળાના ઝાલા સાહેબનું શાલ, મોમેન્ટો અને પેનથી સરાહનીય કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું.