આણંદ – ભાઈકાકા સર્કલ પાસેથી જાહેર રસ્તા ઉપર ઉભા રાખવામાં આવતા 10 લારી અને 3 ટેમ્પા કરાયા જપ્ત

આણંદ – ભાઈકાકા સર્કલ પાસેથી જાહેર રસ્તા ઉપર ઉભા રાખવામાં આવતા 10 લારી અને 3 ટેમ્પા કરાયા જપ્ત
તાહિર મેમણ – આણંદ – 25/02/2026 – કરમસદ આણંદ મહાનગર પાલિકા ના વિસ્તારમાં લોકોને અડચણરૂપ ગેરકાયદેસર રીતે ઉભી રાખવામાં આવતી લારીઓ અને લારી ગલ્લા કેબીન દૂર કરવા માટે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગને કહ્યું છે અને આ ઝુંબેશ ચાલુ રાખીને મનપા વિસ્તારમાં કાર્યવાહી કરવા જણાવ્યું છે.
કમિશનર ની સુચના મુજબ આ કામગીરી કરમસદ આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી હતી અને વિદ્યાનગરના ભાઈ કાકા સર્કલ પાસેથી જાહેર રસ્તા ઉપર લોકોને અડચણરૂપ હોય અને ગેરકાયદેસર રીતે ઉભી રાખવામાં આવતી 10 જેટલી લારીઓ અને 03 ટેમ્પા જપ્ત કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકાની ટીમ દ્વારા ગત રાત્રિના રોજ મોગરી મહાત્મા ગાંધી વિદ્યાલય પાસે આવેલ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં 05 લારીઓ પરચુરણ માલ સામાન સાથે જપ્ત કરવામાં આવ્યો છે.
મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના ઇન્સ્પેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે મનપા વિસ્તારમાં જાહેર રસ્તા ઉપર લોકોને અડચણરૂપ થાય તેમ ગેરકાયદેસર રીતે લારી ગલ્લા ઉભા ન રાખવા અન્યથા આવા દબાણો દૂર કરવામાં આવશે, લારી ગલ્લા જપ્ત કરવામાં આવશે અને અને દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.





