આણંદ જિલ્લામાં રવિ પાક માટે મહી કેનાલમાં 1850 ક્યુસેક પાણી છોડાયું
આણંદ જિલ્લામાં રવિ પાક માટે મહી કેનાલમાં 1850 ક્યુસેક પાણી છોડાયું
તાહિર મેમણ – આણંદ – 06/12/2204 – ચરોતર પંથકમાં ખેડૂતોએ રવિ પાકનું વાવેતર પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે નહેરોમાં પાણી નહીં આવતું હોવાની ફરિયાદોને પગલે સિંચાઇ વિભાગ દ્વારા ખંભાત, પેટલાદ ,તારાપુર પંથકની સેજા નહેરોમાં પાણી પુરુ પાડવા માટે વણાંકબોરી ડેમમાંથી 1850 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જે બે દિવસમાં અંતરિયાળ વિસ્તાર સુધીમાં પહોંચી જશે. તેમ આણંદ ખેડા જિલ્લા સિંચાઇ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું
આણંદ ખેડા જિલ્લામાં રવિપાકનું સરેરાશ 2 લાખ વધુ હેકટરમાં વાવેતર કરવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષે પાંછોતરો વરસાદના પગલે ખેતી પાકને નુકશાન થતાં ખેડૂતો ચિંતાનો વિષય બની ગયો હતો. જેના પગલે ખેડૂતોએ ડાંગર પાકની કાપણી કર્યા બાદ યુદ્વના ધોરણે તમાકુ ,ઘંઉ પાકની વાવેતર કરવામાં આવી રહ્યું છે. જો કે પાકની રોપણી સમયે પાણીની જરૂરીયાત રહેતી હોવાથી ખેડૂતો દ્વારા રાજ્યના સિંચાઇ વિભાગને રજૂઆત કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આમ ચરોતર પંથકના પાકનું જીવતદાન મળી રહેવાના હેતુથી 1850 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.