
પ્રતિનિધિ : ડાકોર
તસ્વીર : કુંજન પાટણવાડીયા


આજ રોજ યાત્રાધામ ડાકોર ખાતે આવેલ રાજાધિરાજ રણછોડરાયજી મંદિર પરિસરમાં મંદિર પ્રશાસન દ્વારા ભવ્ય મહારાસ યોજવામાં આવ્યો હતો જેમાં ભાવિકજનો ભગવાનની ભક્તિમાં મગ્ન થઈને આ મહારાસમાં ભાગ લીધો હતો અને મંદિર પરિસર રણછોડ મહારાજા ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.આ મહારાસમાં સદાશિવ દવે અને સ્મૃતિ દવે ના સુરીલા કંઠે શિવનાદ વૃંદના સથવારે રણછોડરાયજી મંદિર પરિસરમાં મોટી સંખ્યમાં ઉપસ્થિત સૌ ભક્તો ભગવાનની ભક્તિમાં લીન થઈ ભવ્ય મહારાસમાં જોડાયા હતા.





