આણંદ માં અસામાજિક તત્વ બેફામ યુવક પર 4 લોકોનો હુમલો.

આણંદ માં અસામાજિક તત્વ બેફામ યુવક પર 4 લોકોનો હુમલો.
તાહિર મેમણ : આણંદ – 17/07/2024 – આણંદ શહેરમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વો બેફામ બન્યા છે જાણે તેમને પોલિસ નો દર જ ના રહ્યો હોય મહેન્દ્ર શાહ ચોકડી નજીક વિફરેલા એક ટોળાંએ ત્રણથી ચાર યુવકો ઉપર લાકડીઓ તેમજ ચપ્પાં જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. અસામાજિક તત્વો નો આ મારામારીના આ દ્રશ્યો જોઈ લોકોમાં ડરનો માહોલ ઉભો થયો છે.જાણે કાનૂન વ્યવસ્થા ની અસામાજિક તત્વો ને બીક ના હોય એમ લાગે છે.
સોશ્યલ મીડિયા માં બહુ થી વાયરલ વિડિઓ માં આણંદમાં ઉશ્કેરાયેલા ટોળાંએ ત્રણ થી ચાર યુવકો ઉપર લાકડીઓ તેમજ ચપ્પાં જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જે વીડિયોમાં જોતાં આ ઘટના શહેરના મહેન્દ્ર શાહ ચોકડી નજીક બની હોવાનું સામે આવ્યું છે. વિફરેલા યુવાનો લાકડીઓ તેમજ ચપ્પાં જેવા ઘાતક હથિયાર વડે હુમલો કરતાં હોવાનું વીડિયોમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે.
જાણવા મળ્યાં મુજબ આ ઘટના પાંચેક દિવસ અગાઉ એટલે કે, ગત શુક્રવારે જ બની હતી. જેમાં યુવાનોના બે જૂથ વચ્ચે કોઈ નજીવી બાબતે તકરાર થઈ હતી. જે ઉગ્ર બનતાં એક જૂથના યુવાનો હાથમાં લાકડી અને ચપ્પુ લઇને આવી ચડ્યાં હતાં અને સામે પક્ષના ત્રણથી ચાર યુવાનો ઉપર હુમલો કર્યો હતો. આણંદ શહેર સહિત જિલ્લામાં મારામારીની આવી ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે. તે જોતા અસામાજીક તત્વોને જાણે કે પોલીસનો સહેજ પણ ડર ન હોય તેમ લાગી રહ્યું છે.




