ANANDANAND CITY / TALUKOUMRETH
આણંદ ઝારોલા હાઈસ્કૂલમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી થઈ.
આણંદ ઝારોલા હાઈસ્કૂલમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી થઈ.
તાહિર મેમણ – 24/08/2024- આંનદ – કૃષ્ણ ભગવાનનો જન્મ દિવસ એટલે કે જન્માષ્ટમીની ઉજવણી માટે તરવરાટ ધરાવતા આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ઝારોલા ગામની હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ આગોતરું આયોજન કરીને મટકી સજાવી હતી. ત્યારબાદ ખૂબ જ હરસોલ્લાસ સાથે નંદ ઘેર આનંદ ભર્યો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી જેવા નારા સાથે ગોવિંદા બનીને વિદ્યાર્થીઓએ આયોજન પૂર્વક મટકી ફોડી હતી. મટકી ફોડનાર ગોપાલાએ મટકી ફોડયા બાદ દોરડા પર સરકવાના કરતબ બતાવ્યા હતા. શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓને જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવી હતી