GUJARATJUNAGADHKESHOD

અજાણી વ્યક્તિને રક્તદાન કરી તેનો જીવ બચાવવાનો અનેરો આનંદ મેળવવા રક્તદાન કરો,શ્રી લોહાણા મહાજન વાડી કેશોદ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે

અજાણી વ્યક્તિને રક્તદાન કરી તેનો જીવ બચાવવાનો અનેરો આનંદ મેળવવા રક્તદાન કરો,શ્રી લોહાણા મહાજન વાડી કેશોદ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે

રક્તદાન કોણ કરી શકે?
– ૧૮ વર્ષથી ઉપરના કોઈપણ સ્ત્રી કે પુરુષ
– ૪૫ કિલો વજન
– ૧૨.૫ % હિમોગ્લોબીન

રક્તદાન વિશે ગેરમાન્યતા
– દુઃખાવો થાય
– સમય લાગે
– નબળાઈ આવે
– ચેપ લાગે

હકીકતે, આવું કંઈ જ થતું નથી
– ઇન્જેક્શન લઈએ તેવી સોય લાગે
– ડીસ્પોઝેબલ સિરીંજ અને નીડલનો ઉપયોગ કરવામાં આવે છે. જેનો માત્ર એક જ વખત ઉપયોગ થઈ શકે જેથી કોઈ ચેપ લાગતો નથી.
– માત્ર ૧૦-૧૫ મિનિટ લાગે
– ૧૮ વર્ષની ઉંમરથી નિયમિત રક્તદાન કરવાથી ચહેરા પર ગ્લો આવે અને યૌવન ટકી રહે. નબળાઈ આવતી નથી.

રક્તદાન ફાયદા

– ૧૮ વર્ષની ઉંમરથી નિયમિત રક્તદાન કરવાથી હૃદય રોગ, કેન્સર જેવી બીમારીથી બચી શકાય.
– જાડું લોહી હોય તે વ્યક્તિએ ચોક્કસપણે રક્તદાન કરવું જ જોઈએ. જેથી હાર્ટ એટેકથી બચી શકાય.
– ૩૦-૫૦ વર્ષની વ્યક્તિએ હૃદય રોગની બીમારીને ટાળવા દર ત્રણ માસે નિયમિત રક્તદાન કરવું જોઈએ.
– HbA1c નો રીપોર્ટ નોર્મલ થાય છે નિયમિત રક્તદાન કરવાથી.
– રક્તદાન કરવાથી આયર્ન સમતુલા જળવાઈ રહે જેથી હાર્ટ એટેક આવવાનો ખતરો ટાળે છે.
– રક્તદાન કરવા જાઓ ત્યારે તમારું ચેક અપ ફ્રી માં કરવામાં આવે જેથી કોઈ બીમારી હોય તો તેની પણ તપાસ હાથ ધરી શકાય.
– રક્તદાન કરવાથી ૬૫૦ કેલરી બર્ન થાય એટલે કે ઘટાડો થાય છે.

રક્તદાન કરતા પહેલા અને પછી પુષ્કળ પાણી પીઓ અને આગલા દિવસે પૂરતી ઊંઘ કરવી જોઈએ રક્તદાન પહેલા જંક ફૂડ અને આલ્કોહલનું સેવન ટાળો રક્તદાન પહેલા અને પછી સારો નાસ્તો, ખોરાક લેવો રક્તદાન બાદ આયર્ન ગોળી લેવી ગુજરાતમાં થેલેસેમિયા ગ્રસ્ત બાળકો, સૈનિકો, અકસ્માત ગ્રસ્ત વ્યક્તિ માટે માસિક ૫૩,૦૦૦ બ્લડ યુનિટની જરૂરિયાત છે. જે સામે ૪૦,૦૦૦ બ્લડ યુનિટ મળે છે. ૧૩,૦૦૦ બ્લડ યુનિટની ઘટને પહોંચી વળવા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા (ગુજરાત રાજ્યના તમામ સરકારી ક્મચારીઓ) દ્વારા સમગ્ર ગુજરાતમાં ૩૦૦ વધુ તાલુકા કક્ષાએ એક સાથે મહા રક્તદાન કેમ્પનું આયોજન તા.૧૬-૦૯-૨૦૨૫ મંગળવાર ના રોજ કરેલ છે. સમગ્ર ગુજરાતમાં એક સાથે રક્તદાનથી ૧,૫૦,૦૦૦ બોટલ કલેક્શનથી વિશ્વ વિક્રમ સર્જવાની તૈયારી છે જેમાં સહભાગી બનવા અને સેવા યજ્ઞ સફળ બનાવવા સૌને આહવાન કરવા અપીલ છે.

તા.૧૬-૦૯-૨૦૨૫
મગળવાર

સ્થળ – શ્રી લોહાણા મહાજન વાડી, કેશોદ.

સમય – સવારે ૦૮:૦૦ થી સાંજે ૦૫:૦૦ સુધી.

રિપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!