ANANDUMRETH

ઉમરેઠ ખાતે ફરી એકવાર નવજાત શિશુ કાંસમાં મૃત હાલતમાં મળી આવ્યુ.

પ્રતિનિધિ : ઉમરેઠ
તસ્વીર : કુંજન પાટણવાડીયા

આજ રોજ ઉમરેઠ નગર ખાતે આવેલ પ્લેટિનમ પ્લાઝા પાસે કાંસમાં એક નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યુ.નગરમાં શર્મશાર કરે તેવી આ બીજી ઘટના સામે આવી છે જેને લઇને ઉમરેઠના નાગરિકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.ઉમરેઠ પોલીસને આ અંગે જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવીને તત્કાલ મૃત બાળકને નજીકની સરકારી હોસ્પિટલમાં પોસ્માર્ટમ અર્થે મોકલી આપેલ.ત્યારબાદ ઉમરેઠ પોલીસ દ્વારા જે કોઈ વ્યક્તિએ આવી શરમજનક હરકત કરી છે તે દિશામાં તપાસ અર્થે ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!