ANANDANAND CITY / TALUKO

આણંદ – CVM યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ભીખુભાઈ પટેલના જન્મદિન નિમિત્તે રકતદાન શિબિરનું આયોજન

આણંદ – CVM યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ભીખુભાઈ પટેલના જન્મદિન નિમિત્તે રકતદાન શિબિરનું આયોજન

તાહિર મેમણ – આણંદ – 22/12/2025 – આણંદ – વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારુતર વિદ્યામંડળ (CVM)ના ચેરમેન અને સી.વી.એમ. યુનિવર્સિટીના સ્થાપક પ્રેસિડેન્ટ ભીખુભાઈ પટેલ આગામી સમયમાં તેમના જીવનના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે ત્યારે આ અવસરને ‘અમૃત પર્વ’ તરીકે ઉજવવા, માનવતાના અભિગમ સાથે 22 તથા 23 ડિસેમ્બર 2025 દરમિયાન સીવીએમ યુનિવર્સિટી, રેડ ક્રોસ સોસાયટી, એ. ડી. ગોરવાલા કરમસદ બ્લડબેન્કના સંયુક્ત ઉપક્રમે મેગા બ્લડ ડોનેશન કેમ્પ (રક્તદાન શિબિર)નું આયોજન કરાયું છે. આ મેઘા બ્લડ ડોનેશન કેમ્પનું ઉદ્ઘાટન 22 ડિસેમ્બરના રોજ સવારે 9:30 કલાકે શાસ્ત્રી મેદાન ખાતે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી ભીખુભાઈ પટેલ, ચારુતર વિદ્યામંડળ ઉપ-પ્રમુખ મનીષભાઈ પટેલ, સહ મંત્રી મેહુલભાઈ પટેલ તથા ગવર્નિંગ બોડીના મેમ્બરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરના ઉદ્ઘાટન સમારોહમાં રેડક્રો સોસાયટીના પદાધિકારીઓ શ

દેવેન્દ્ર પટેલ, હેમંત પટેલ, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના વાઇસ પ્રેસિડેન્ટ શૈલુ પટેલ તથા અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા.

આ પ્રસંગે ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટીના ગવર્નિંગ બોડીના સભ્યો, યુનિવર્સિટીના પ્રોવોસ્ટ શ્રી પ્રોફેસર (ડૉ.) ઇન્દ્રજીત પટેલ, રજિસ્ટ્રાર શ્રી પ્રોફેસર (ડૉ.) સંદીપ વાલિયા તથા વિવિધ હોદ્દેદારો અને અગ્રણીઓએ જણાવ્યું હતું કે, શ્રી ભીખુભાઈ પટેલે હંમેશા સમાજસેવા અને શિક્ષણને પ્રાધાન્ય આપ્યું છે, ત્યારે તેમના 75માં જન્મદિને રક્તદાન જેવું પવિત્ર કાર્ય કરીને તેમની સેવાકીય ભાવનાને બિરદાવવાનો આ એક નમ્ર પ્રયાસ છે. જેથી સૌ આ રક્તદાન શિબિરમાં જોડાય તેવી આશા છે.

આ ઉપરાંત સહ મંત્રી મેહુલભાઈ પટેલે જણાવ્યું હતું કે આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ ‘ગિફ્ટ અ લાઈફ ઓન અ માઈલસ્ટોન બર્થડે’ ના સૂત્ર સાથે આયોજિત શાસ્ત્રીમેદાન તથા એડીઆઈટી કોલેજ ખાતે યોજવામાં આવ્યો છે. આ કેમ્પમાં વિદ્યાર્થીઓ, સ્ટાફ મિત્રો અને નગરજનોને રક્તદાન કરી પુણ્યના સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે. તારીખ 22 અને 23 ડિસેમ્બર, 2025 દરમિયાન સવારે 9:00 થી સાંજે 5:00 કલાક સુધી શાસ્ત્રી મેદાન અને ADIT કોલેજ, વલ્લભ વિદ્યાનગર ખાતે રક્તદાતાઓ જોડાઈ શકે છે.

આ મેગા બ્લડ ડોનેશન કેમ્પના પ્રથમ દિવસે બંને જગ્યા એ મળીને 22 ડિસેમ્બરના રોજ કુલ 1050 યુનિટ બ્લડ એકત્રિત થયું હતું. સીવીએમ યુનિવર્સીટીની તમામ કોલેજના પ્રિન્સિપાલ, અધ્યાપકો, બિનશૈક્ષણિક સ્ટાફ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યા આ શિબિરમાં જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!