ANANDANAND CITY / TALUKO

આણંદ મહાનગર પાલિકા થયાં બાદ બ્રિજ પર બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ્સનું પેઈન્ટિંગ કરવામાં આવ્યું.

આણંદ મહાનગર પાલિકા થયાં બાદ બ્રિજ પર બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ્સનું
પેઈન્ટિંગ કરવામાં આવ્યું.

તાહિર મેમણ – 22/02/2025 – આણંદ મહાનગરપાલિકાએ શહેરને નવી ઓળખ આપવાની પહેલ કરી છે. મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર મિલિંદ બાપનાના માર્ગદર્શન હેઠળ શહેરના બે મુખ્ય પ્રવેશદ્વાર – સામરખા ચોકડી અને ચિખોદરા ચોકડી પર આકર્ષક પેઈન્ટિંગ કરવામાં આવ્યા છે.

બ્રિજની દિવાલો પર કરવામાં આવેલા ચિત્રાંકનમાં સરદાર પટેલ યુનિવર્સિટી અને બુલેટ ટ્રેન જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને દર્શાવવામાં આવ્યા છે. આ ચિત્રો સરદાર પટેલની કર્મભૂમિ એવા આણંદની વિશેષ ઓળખને પ્રસ્થાપિત કરે છે.

મહાનગરપાલિકા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. કમિશનરના માર્ગદર્શન હેઠળ મનપાની ટીમ દિવસ-રાત કાર્યરત છે. આ અભિયાનને સફળ બનાવવા માટે નગરજનો, વેપારીઓ અને દુકાનદારોનો સહયોગ માંગવામાં આવ્યો છે. આ કલાત્મક પ્રવેશદ્વાર હવે શહેરના મુખ્ય આકર્ષણ બની ગયા છે.

Back to top button
error: Content is protected !!