ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ તાલુકામાં તીડ જેવી જીવાતના પરીક્ષણ માટે અલગ અલગ બે ટીમો આવી : પરીક્ષણમાં તીડ નહી તીતીગોડા હોવાનુ જણાવ્યુ

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ તાલુકામાં તીડ જેવી જીવાતના પરીક્ષણ માટે અલગ અલગ બે ટીમો આવી : પરીક્ષણમાં તીડ નહી તીતીગોડા હોવાનુ જણાવ્યુ

મેઘરજના સરહદી ગામોના ખેતરોમાં તેમજ રહેણાંકના મકાનોમાં તીતીગોડા જેવી જીવાત દેખાતાં ખેડુતોમુજવણમાં મુકાયા છે જ્યારે જીલ્લા તંત્રને જાણ થતાં તંત્રએ યુધ્ધના ધોરણે ગામો ગામ સર્વે હાથ ધરાયુ હતુ અને જીવાતના પરીક્ષણ માટે તંત્ર દ્વારા દાતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સીટી ટીમની માગણી કરાઇ હતી જેમાં દાંતીવાડા અને પાલનપુર ના તજજ્ઞ વૈજ્ઞાનીકોની ટીમ દ્વારા મેઘરજના ગ્રામીણ વિસ્તારોમાં જઇ જીવાત પર પરીક્ષણ હાથ ધરતાં જીવાત તીતીગોડા હોવાનુ જણાઇ આવ્યુ હતુ

મેઘરજ તાલુકામાં સરહદીય વિસ્તારના રેલ્લાવાડા ની આસ પાસના ૨૦ થી ૨૫ જેટલા ગામોમાં તીડ જેવી જીવાત દેખાતાં વિસ્તારના ખેડુતોએ ખેતીવાડી અધિકારીને જાણ કરી હતી ખેતી વિભાગ દ્વારા જીલ્લા ખેતીવાડી શાખાને જાણ કરાઇ હતી તાલુકાના તમામ ગ્રામકેવકો દ્વારા ૧૨૯ ગામોમાં યુધ્ધના ધોરણે સર્વે હાથ ધરાયુ હતુ જેમાં સૌથી વધુ તીતીગોડા જેવી જીવાતનો રેલ્લાવાડા વિસ્તારમાં વધુ ઉપદ્રવ જોવા મળ્યો હતો જીલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા રેલ્લાવાડા વિસ્તારના ગામોની મુલાકાત લઇ તીતીગોડા છે કે તીડ જેના પરીક્ષણ માટે દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સીટી ની ટીમની માંગણી કરાઇ હતી સોમવારે મેઘરજના ખાખરીયા ટીંબા.ઇસરી.રેલ્લાવાડા જેવા ગામોમાં દાંતીવાડા ક્રુષિ યુનિવર્સિટી સહ સંશોધક વૈજ્ઞાનિકની ટીમ તેમજ તીડ જીવાત અંતર્ગત સ્પેશ્યાલીસ્ટ ટીમ લોકસ્ટ કંટ્રોલ ઓફિસ પાલનપુર દ્વારા પ્લાન્ટ પ્રોટેક્શન ઓફિસર સહીત ટીમએ નિરીક્ષણ અને પરીક્ષણ કર્યુ હતુ જેમાં જીવાત તીતીગોડા હોવાનુ જણાઇ આવ્યુ હતુ

Back to top button
error: Content is protected !!