
પ્રતિનિધિ: કપડવંજ (ખેડા)
તસ્વીર:કુંજન પાટણવાડીયા

આજ રોજ ખેડા જીલ્લાના કપડવંજ તાલુકાની દાણા હાઇસ્કૂલના આચાર્ય હરેશ પટેલ પોતાની દબંગગીરી અને ગુંડાગીરી કરીને એક ન્યૂઝ ચેનલના પત્રકાર પર હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપે છે.ખોટું કર્યાં હોવાની પ્રતિક્રિયા ન આપવી પડે તે માટે એક મીડિયાકર્મી પર હાથ ઉપાડવો અને ગુંડાગીરી કરવી એ કેટલી હદ સુધી યોગ્ય કહી શકાય.?

ગત રોજ કપડવંજ તાલુકા ખાતેની સરકારી શાળાઓના શિક્ષકો ખાનગી રીતે ટ્યુશન ક્લાસીસ ચલાવે છે તેવી હકીકત આધારે ખેડા જીલ્લા શિક્ષણ વિભાગ તરફથી કપડવંજ ખાતે ચાલતા ખાનગી ટ્યુશન ક્લાસીસ ઉપર દરોડા પાડવામાં આવેલ હતા જેથી રિપોર્ટર જલ્પેશભાઈ એ શિક્ષણ વિભાગમાંથી માહીતી મેળવેલ હતી અને તેના સમાચાર પણ એ.બી.પી ન્યુઝ ચેનલમાં પ્રસારીત કર્યા હતા અને આ બાબતે ખાનગી રીતે ટ્યુશન કલાસીસ ચલાવતા શિક્ષકોની માહીતી મેળવી હતી જેથી એ.બી.પી અસ્મિતા ના રિપોર્ટર જલ્પેશભાઈ પટેલ અને મંતવ્ય ન્યુઝના આમીર મીરઝા બંને પત્રકાર મિત્રો ખાનગી રીતે ટ્યુશન ક્લાસીસ ચલાવતા શિક્ષકોની પ્રતિક્રિયા લેવા માટે સૌ પ્રથમ સી.એન.વિધ્યાલય કપડવંજ ખાતે ગયા હતા અને ત્યાંથી આશરે પોણા દસેક વાગે દાણા ગામ ખાતે સરદાર પટેલ વિધાલયમાં ગયા હતા તે વખતે સ્કુલમાં જતાં સ્કુલના પટાવાળાએ બંને પત્રકારોને આચાર્યશ્રીની ઓફીસમાં બેસાડ્યા હતા. એટલામાં આચાર્ય ત્યાં પહોંચ્યા અને પત્રકારોએ જણાવ્યું કે શિક્ષણ વિભાગે ખાનગી રીતે ટ્યુશન ક્લાસીસ ચલાવતા શિક્ષકો ઉપર દરોડા પાડ્યા હતા જેમાં તમારું નામ પણ છે જેથી અમો તમારી બાબતે પ્રતિક્રિયા લેવા માટે આવ્યા છીએ. તેમ જણાવતા જ આચાર્ય હરેશ પટેલ એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને ગાળો બોલી મારી નાખવાની ધમકી આપવા લાગ્યા અને ગાળો બોલતા બોલતા આચાર્ય હરેશ પટેલ ઓફીસની બહાર નીકળી ગયા હતા.જેથી જલ્પેશભાઈ ફોનમાં તેઓનો વીડીઓ ઉતારવા લાગ્યા હતા અને તે દરમિયાન આચાર્ય હરેશ પટેલ જાણે ગુંડાગીરી પર ઉતરી ગયા હોય તેમ જલ્પેશ પટેલ નો ફોન લઈ જમીન ઉપર પછાડીને તોડી નાખ્યો હતો અને હરેશભાઈ ગાળો બોલીને કહેવા લાગ્યા કે નિકળો અહીંયા થી નહીં તો જાણ થી મારી નાખીશ.ત્યારબાદ પત્રકાર મિત્રો હરેશ પટેલ ને કહે છે કે પ્રતિક્રિયા ન આપવી હોય તો ના આપશો પરંતુ આવુ વર્તન યોગ્ય નથી.ત્યારબાદ જલ્પેશ પટેલ ત્યાંથી નીકળી જઈને આ ગુંડાગીરી કરનાર આચાર્ય હરેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ આપવા માટે પોલીસ સ્ટેશન ગયા અને કપડવંજ રૂરલ પોલીસ મથકે આચાર્ય હરેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી.હવે જોવાનું એ રહ્યું કે એક મીડિયાકર્મી સામે ગુંડાગીરી કરનાર હરેશ પટેલ વિરુદ્ધ આવી ગેરવર્તણૂક કરવા બદલ શું પગલા લેવામાં આવે છે.?






